This post is also available in: English, Hindi

કાર્યકરોનું ક્ષમતાવર્ધન

ટ્રેનર્સ ટ્રેનિંગ:

  • P4P માં કામ કરતા લોકોની ક્ષમતા વધારવા તેઓની TOT (Training of Trainers) ગોઠવવી જોઇએ.
  • એક અથવા બે દિવસનો તાલીમ કાર્યક્રમ ગોઠવી શકાય.
  • એક દિવસમાં ૬ થી ૮ વિષયો આવરી લેવાય.

 

તાલીમના વિષયો

  • કુટુંબ વ્યવસ્થાની બાળક પર અસર
  • કેફી દ્રવ્યો નુ સેવન
  • ક્રોધ – ગુસ્સો
  • જાતીય શિક્ષણ
  • તણાવ મુક્તિના ઉપાયો
  • તરૂણોનો ઉછેર- માર્ગદર્શન
  • બાળ વર્તન ઘડતર
  • બાળઉછેર દ્વારા સુક્ષ્‍મહિંસા નિવારણ
  • બાળઉછેર ની પધ્ધતી
  • બાળક જોડે ગાળેલો સમય
  • બાળકો સાથે સંવાદ
  • બાળકોના ખોરાક અંગે
  • મિડીયાની બાળકો પર અસર
  • મૂલ્યો
  • શાંતી માટે બાળ ઉછેર
  • શિસ્ત
  • સર્વાગી વિકાસ શ્રેષ્‍ઠ વિકાસ

 

કોના માટે આવી તાલીમ ગોઠવવી ?

  • P4P ટીમના સભ્‍યો માટે
  • ટીમમાં જોડાવા માંગતા લોકો માટે
  • તાલીમ આપવાથી ટીમમાં જોડાવાની સંભાવના ઉભી થાય તેમ હોય તેવા લોકો માટે.
  • ટીમમાં ન જોડાય પણ પોતાની શાળા/ સંસ્‍થામાં શિક્ષકો વાલીઓની તાલીમ કરવા ઇચ્‍છા ધરાવતા હોય તેવા લોકો માટે
  • પ્રશિક્ષક તરીકે કામ કરતા લોકો કે જેઓ પોતાના સમય પૈકી કેટલોક સમય વિના મૂલ્‍યે P4Pની તાલીમ આપવા માગતા હોય.

નોંધ : P4P ની તાલીમ પ્રવૃત્તિઓ વિના મૂલ્‍યે કરવામાં આવે છે. જેથી ટ્રેનર્સની તાલીમની પણ કોઇ ફી લેવાની રહેશે નહિ. પણ ચાપાણી, નાસ્‍તો, ભોજનનો થયો હોય તેટલો જ ખર્ચ લઇ શકાય. કોઇ સંસ્‍થાનો હોલ ઉપયોગમાં લેવો તેનો ખર્ચ ન કરવો.

વૈભવ પરીખ  :   9099010677

Parentingforpeace1@gmail.com  

 

કાર્યકર (સ્વયંસેવક) ના જીવનમાં બદલાવ

  • વ્યક્તિ બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપવાના હેતુથી P4P અભિયાનમાં જોડાય છે.
  • બાળકોનુ કામ તેને વહાલુ છે તેથી તે અભિયાનમાં જોડાય છે.
  • સ્વયંસેવકના જીવનમાં આવતો બદલાવ વ્યક્તિને અભિયાનમાં જોડાવા પ્રોત્સાહન પૂરુ પાડી શકે.
  • વ્યક્તિ પોતાની મર્યાદાઓ અકબંધ રાખીને અસરકારક રીતે સામાજિક પ્રદાન ન કરી શકે.
  • અભિયાનમાં જોડાઇને વ્યક્તિ બદલાવો જોઇએ.
  • અહં વિના, પદ, પ્રતિષ્ઠા, પૈસાની ખેવના વિના માત્ર બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપવાના પવિત્ર હેતુથી કામ કરવા માટે વ્યક્તિમા બદલાવ જરુરી છે.
  • અહંભાવ વિના ટીમ ભાવનાથી કામ કરવા માટે પણ આ બદલાવ જરુરી છે.
  • વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થશે તો તેના યોગદાનની ગુણવત્તા, માત્રા અને વ્યાપ વધશે જ.
  • આથી કાર્યકર/સ્વયંસેવકના વ્યક્તિત્વ ઘડતરની પ્રવૃતિઓ અભિયાનની મહત્વની પ્રવૃતિ છે.
  • કાર્યકરના વ્યક્તિગત જીવન તથા સામાજીક કાર્ય કરવાના તેની ક્ષમતામાં વધારો થાય તેવી પ્રવૃતિઓ યોજવી.
  • તેનો આડકતરો લાભ તેના વ્યવસાયિક જીવનમાં પણ થઇ શકે દા.. કોમ્યુનિકેશન ક્ષમતા વિકસતા તેના વ્યવસાયમાં ફાયદો થાય. વક્તા, ટ્રેનર તરીકેની તેની ક્ષમતા વધે.
  • P4P Leadership Prog. તે હેતુથી જ શરૂ કરવામાં આવ્યો છે.
  • P4P Leadership Program
  • દસ  અઠવાડીયાની તાલીમ  
  • અઠવાડીયામાં એક દિવસ ૩ કલાક
  • તાલીમ દરમિયાન વ્યક્તિ એક P4P Project લેશે અને એક વ્યક્તિગત, વ્યવસયિક જીવનનો પ્રોજેક્ટ લેશે.
  • જીવનના કોઇપણ પાસામાં બદલાવ લાવવા માટે તે પ્રોજેક્ટ બનાવી તેને કાર્યાન્વિત કરવાની ક્ષમતા કાર્યકરમાં ઉભી કરવા આ કાર્યક્રમનો હેતુ છે.
  • કાર્યક્રમની ક્ષમતા વધારવા Role based  તાલીમ કાર્યક્રમ ગોઠવી શકાય દા. :
  1. સૂચિત રોલ બેઝ્ડ તાલીમ
  2. ટ્રેનરની તાલીમ
  3. Public Relation ની તાલીમ
  4. કાઉન્સેલર તરીકેની તાલીમ
  5. યુવા પરિવાર સજ્જતા મોડ્યુલ રજુ કરવાની તાલીમ
  6. આત્મહત્યા નિવારણ કાર્યક્રમ આપવાની તાલીમ
  7. ડીસ્લેક્ષીયા અંગેના ટ્રેનર બનવાની તાલીમ
  8. સ્કીટ કરવાની તાલીમ