This post is also available in: English, Hindi

આત્મહત્યા નિવારણ

  • બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછુ નથી. જેટલાં બાળકો આત્મહત્યા કરે છે તેનાથી અનેક ઘણાં બાળકો આત્મહત્યા નો વિચાર કરે છે.
  • બાળકો પરીક્ષાની કે તેના પરિણામની ચિંતાને કારણે જ આત્મહત્યા કરે છે એવુ નથી. તેનાં ઘણાં કારણો છે.
  • આથી જ બાળ આત્મહત્યા નિવારણ એ P4P નો મહત્‍વનું કાર્ય છે.
  • P4P ટીમ દ્વારા બાળકોમાં આત્‍મહત્‍યા નિવારણ માટે પ્રેઝન્‍ટેશનો તથા પુસ્‍તક તૈયાર કરવામાં આવ્‍યુ છે.
  • જિલ્‍લા શિક્ષણ અધિકારી સુરત દ્વારા આ પુસ્‍તક પ્રકાશિત કરવામાં આવ્‍યુ છે.
  • ર૯ ડીસેમ્‍બર ર૦૧૪ ના રોજ માન. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં  સુરત જિલ્‍લાના ૧ર૦૦ શાળા સંચાલકો તથા આચાર્યોની તાલીમ કરવામાં આવી.
  • આવી તાલીમ દરેક જિલ્‍લામાં કરવી.
  • માબાપો ( ખાસ કરીને દસમાબારમામાં ભણતા બાળકો, ટીન એજર્સ બાળકોનાં) માતાપિતા માટે પણ આવી તાલીમ આપવી જોઇએ.
  • તાલીમને અંતે પુસ્‍તક અપાય તો સારુ.
  • બાળકોને આત્‍મહત્‍યા નિવારણ માટે તૈયાર કરવા માટેનુ મોડયુલ સુરત ટીમ કરશે.
  • તે પછી બાળકો માટે પણ આવી તાલીમ શરુ કરવી.
  • સુરત ગ્રામ્‍ય જિલ્‍લા પોલીસ સુરક્ષા સેતુ સોસાઈટી દ્વારા સમગ્ર ગુજરાત માટે ર૪ કલાક કાર્યરત જીવન આસ્‍થા આત્‍મહત્‍યા નિવારણ હેલ્‍પલાઇન (ટોલ ફ્રી નં.૧૮૬૦૨૬૬૨૩૪૫, ૧૮૦૦૨૩૩૩૩૩) નો પ્રસાર કરવો