This post is also available in: English, Hindi

P4P ઉમ્મિ દ

આપણી ઝુપડપટ્ટીઓમાં ગરીબી, અજ્ઞાન અને વ્યદસનમાં સબડતાં માબાપોના ઘરોમાં સૌથી વિશેષ બાળપણ નંદવાય છે. આ બાળકો પૂરતા પોષણ, કાળજી અને સંભાળ પામતાં નથી. ભણવાની અને રમવાની ઉમરે તેમણે કામ કરવુ પડે છે. બાળ મજુરી અને બાળકોનું શારીરિક શોષણ પણ થાય છે. આ બાળકોની જિન્દવગીમાં નોંધપાત્ર ફરક પાડયા વિના વિશ્વશાંતિનું સપનું ઘણુ દૂર છે.

આ ક્ષેત્રમાં બહુ જ નહિવત કામ થાય છે. થોડુ ઘણુ કામ બાળકોના ક્ષેત્રમાં કરવામાં આવે છે પણ વાલીઓમાં તો લગભગ કંઇ કરવામાં આવતુ નથી. વાલીઓમાં કામ કરવામાં આવે તો બાળકને ઘરમાં સતત તેનો લાભ મળતો રહે.

P4P એ આમાં ઘણી લાંબી મજલ કાપવાની છે. આ ક્ષેત્રમાં કામ કરતા, કરવા માગતા, કરવાની ક્ષમતા ધરાવતા ઘણા લોકો અને સંસ્થા ઓ આમાં જોડાય તેવી આશા છેઃ

સુચિત કાર્યોઃ

  1. માબાપોને વ્યતસન મૂકત કરવાં.
  2. તેમને બાળઉછેરનું મહત્વત સમજાવવું.
  3. શાળાએ ન જતાં બાળકોને શાળાએ મોકલવા.
  4. માબાપને તેને માટે સમજાવવા.
  5. ભીખ માગતા બાળકોને મુકત કરી શાળાએ મોકલવા.
  6. બાળમજુરી કરતાં બાળકોને મુકત કરી શાળાએ મોકલવા.
  7. આ ક્ષેત્રમાં કામ કરવા વધુમાં વધુ સ્વએયંસેવકો તૈયાર કરવા.