This post is also available in: English, Hindi

P 4 P શાળા

અમારા વિદ્યાર્થીઓ અમારા બાળકો છે, અમને ખૂબ વહાલાં છે અને અમે તેમને સારામાં સારી રીતે કેળવવા માંગીએ છીએ તેથી :

 1. બાળકોને શારીરિક શિક્ષા નહિ કરવામાં આવે તેવી અમે શિક્ષકો સાથે મળી પ્રતિજ્ઞા લઇશુ.
 2. બાળકો સાથે સુક્ષ્મ (માનસિક) હિંસા નહિ કરવામાં આવે તેવી પ્રતિજ્ઞા અમે શિક્ષકો સાથે મળી લઇશુ. (સુક્ષ્મ હિંસા એટલે બાળકોને શબ્દોીથી અપમાનિત કરવું; બાળકોને ઉભા રાખવા, અંગુઠા પકડાવવા જેવી શિક્ષા, બાળકની બીજા સાથે તુલના ઇત્યાુદી, જેથી તે બીજા બાળકો વચ્ચેુ અપમાનિત થાય)
 3. બાળકોને શારીરિક શિક્ષા નહિ કરવામાં આવે તથા તેઓને અપમાનિત નહિ કરવામાં આવે તેવી જાહેરાત દર ત્રણ મહિને પ્રાર્થના વખતે કરીશુ.
 4. જો કોઇ શિક્ષકથી આ નિયમ તૂટશે તો તેનો બચાવ નહિ કરે અને બાળકને સોરી કહેશે. ભવિષ્યવમાં આવુ ન કરવાની ખાતરી આપશે.
 5. વાલીઓને દર મહિને એક કલાકની તાલીમ આપીશુ. દર મહિને શકય ન હોય તો દર બે મહિને બે કલાકની તાલીમ આપશુ, વરસમાં ૧ર કલાકની તાલીમ આપીશુ. તાલીમમાં માતા-પિતા પાસે પ્રતિજ્ઞા લેવડાવીશુ કે તેઓ :
  • બાળકને શારીરિક શિક્ષા નહી કરે, સાથે માનસિક હિંસા નહિ આચરે.
  • બાળકને અપમાનિત નહિ કરે,
  • બાળક સાથે દર પંદર દિવસે તેની વાત કરશે,
  • ભૂલ કરી બેસશે ત્યા રે માફી માગશે અને તેવું ભવિષ્યઆમાં નહિ કરવાની ખાતરી આપશે.
 6. દરેક શિક્ષક વરસમાં બાળઉછેરને લગતાં ઓછામાં ઓછા બે પુસ્તનકો વાંચશે.
 7. વર્ગના ઓછામા ઓછા ૧૦ ટકા બાળકોમાંથી વાંચન-લેખન-ગણન સિવાયની પ્રતિભા શોધી કાઢી તે અંગે બાળક અને વાલી સાથે વાત કરશે. તેઓની આ પ્રવૃત્તિઓને પ્રોત્સાીહિત કરશે.
 8. શાળામાં ભણતરમાં પડતી તકલીફો ( learning disability )ની સમજ માટેની બે કલાકની તાલીમ ગોઠવીશુ. જેમાં દરેક શિક્ષક તથા અભ્યાgસમાં ‘નબળાં’ બાળકોનાં માતાપિતા ભાગ લેશે.
 9. શિક્ષક વર્ષમાં ઓછામાં ઓછી એક વાર પોતાના વર્ગના દરેક બાળકના ઘરની મુલાકાત લેશે અને માતાપિતા સાથે વાત કરશે.
 10. દરેક શિક્ષક વર્ષમાં પાંચ વાલીઓને વ્ય સન મુકત કરવાનો સનિષ્ઠ પ્રયાસ કરશે.
 11. આ નિયમોનો ચાર્ટ શાળામાં લગાવશે.
 12. નોંધ : ‘બાળક’ શબ્દ માં શિક્ષકનાં પોતાનાં બાળકોનો સમાવેશ થઇ જાય છે.