This post is also available in: English, Hindi

P4P  પાર્ટનર

  • P4P ના વિઝન મુજબ કામ કરતી સંસ્‍થાઓ સાથે ભાગીદારી થઇ શકે.
  • આમ કરવાથી નીચેના લાભો થઇ શકે.
  • P4P જે ક્ષેત્રમાં હાલ નોંધપાત્ર કામ કરી શકતુ નથી તે ક્ષેત્રમાં  કામ કરવાની સંભાવનાઓ ઉભી થાય. ( દા.ત. ઝુપડપટ્ટીમાં વસતા બાળકો અને માબાપ
  • આ સંસ્‍થાઓના કામને વેગ મળે.
  • આ સંસ્‍થાઓ વ્‍યસ્‍થિત કામ કરી શકે તે માટે P4P માર્ગદર્શક બને.
  • આવી સંસ્‍થાઓને જોડવાનું કામ P4P  કરે.
  • આ સંસ્‍થા જેવુ કામ કરે છે તેવુ કામ P4P ના સભ્‍યો પણ શરુ કરી શકે.
  • P4P ની ક્ષમતાઓ અને આ સંસ્‍થાઓની ક્ષમતા વચ્‍ચે સિનર્જી (1+1=11 ) સર્જાય.

 

ઉદાહરણ તરીકે :

  1. હું જયોતિધર છું અભિયાનના જયોતિર્ધરો પાસે તાલીમ આપવાની ક્ષમતા છે. P4Pની ટીમો માટે તાલીમ આપવા માટેની તકો ઉભી કરવાની ક્ષમતા છે. બન્‍ને મળીને મોટા જથ્થામાં ગુણવત્તાસભર તાલીમ કાર્યક્રમો કરી શકે.
  2. શૈશવ ( ભાવનગર ) સાથે જોડાઇને બાલસેના ના મોડેલનો વિસ્‍તાર કરી શકાય.
  3. અનાથ બાળકોને દત્તક લેવાનું કામ કરતી વાત્‍સલ્‍ય એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ (બારડોલી) પોતાનું કામ વધુ વ્‍યસ્‍થિત રીતે કરી શકે તે માટે P4P માર્ગદર્શક બની શકે.
  4. બીજા સ્‍થળોએ અન્‍ય સંસ્‍થાઓ આ મોડેલ પર કામ કરતી થાય તે માટે P4P મદદરૂપ થઇ શકે.
  5. પેડિયાટ્રીક, સાઇકિયાટ્રિક એસોશિએશન, એડોલેસ્‍ન્‍ટ , હેલ્‍થ એકેડેમી સાથે પણ આવી પાર્ટનરશીપ કરી શકાય.