This post is also available in: English, Hindi

P4P  મા-બાપ

મારું બાળક મને ખૂબ વહાલું છે અને હું તેનો સારામાં સારો ઉછેર કરવા માંગુ છું તેથી :

  • હું મારા બાળકોને કદી શારીરિક શિક્ષા એટલે કે મારીશ નહીં.
  • મારા બાળકની સાથે માનસિક હિંસા પણ કદી નહીં કરું. તેને શબ્દોથી અપમાનિત નહીં કરું. માનસિક હિંસા એટલે તેને અંગૂઠા પકડાવવા કે બીજા સાથે સરખામણી કરીને ઉતારી પાડવું, તેને રૂમમાં કે બાથરૂમમાં પૂરી દેવું કે જમવાનું નહીં દેવું કે આવી કોઇ પણ પ્રકારની હિંસા તેની સાથે નહીં કરું.
  • બાળકની સાથે શારીરિક કે માનસિક હિંસા નહીં કરું તેવી વાત ઘરમાં તથા શાળામાં દર પંદર દિવસે કરીશ.
  • જો મારાથી નિયમ તૂટી જશે અને ભૂલ થશે તો ભૂલનો બચાવ નહીં કરું પરંતુ બાળકની માફી માગીશ અને ફરીવાર આવું નહીં થાય તેની ખાતરી આપીશ.
  • બાળઉછેર અંગેની વરસમાં 6 કલાક તાલીમ લઇશ.
  • વરસમાં બાળઉછેરને લગતાં ઓછામાં ઓછા બે પુસ્તકો વાંચીશ.
  • મારા બાળકની પ્રતિભા, આવડત ઓળખી તે અંગે શિક્ષક સાથે વાત કરીશ અને તે પ્રવૃતિ કરવા તેને પ્રોત્સાહિત કરીશ.
  • વરસમાં ઓછામાં ઓછું છ વાર શિક્ષકને મળીશ.
  • કોઇપણ પ્રકારનું વ્યસન હશે તો બાળકના હિત માટે એ છોડી દઇશ.
  • દર ત્રણ મહિનામાં એકવાર બાળકની પસંદગીનું પુસ્તક બાળક પાસે વાંચીશ અથવા બાળક વાંચશે અને હું સાંભળીશ.
  • મારું બાળક જેવું છે તેવું સ્વીકારીશ અને દર મહિને ઘરમાં એકવાર મીટિંગ રાખીને ઘરના બધા સભ્યોની હાજરીમાં એની સારી બાબતોની, એની આવડતની, એના ગુણોની વાત કરીશ.
  • અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર બાળક સાથે તેની ઇચ્છા પ્રમાણે રમીશ.
  • મહિનામાં ચાર વાર બાળકની સાથે ચાલવા જઇશ અને તેને ગમતી પ્રવૃતિ કરીશ.
  • હું P4P મા/બાપ બનીશ અને દર મહિને બીજા પાંચ મા-બાપને P4P મા-બાપ બનવા પ્રોત્સાહિત કરીશ.
  • આ નિયમોનો ચાર્ટ ઘરમાં લગાવીશ.