This post is also available in: English, Hindi

P4P ટીમ બનો

 • પેરેન્ટીંગ ફોર પીસ (P4P) અભિયાનનો હેતુ બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપી વિશ્વશાંતિ આણવાનો છે. આપણે મા-બાપ અને શિક્ષકોને, બાળકોને આવુ બાળપણ આપવા સક્ષમ બનાવવા માંગીએ છીએ. આથી વાલીઓ અને શિક્ષકોની તાલીમ આપણું મુખ્ય કામ છે.
 • આ વિચારમાં વિશ્વાસ ધરાવનારા અને તેમા કામ કરવાની ઇચ્છા ધરાવતા લોકોની ટીમો દ્વારા જુદા-જુદાં જિલ્લાઓ, શહેરો અને નગરોમાં આ કામ કરવામાં આવી રહ્યુ છે.
 • વિશ્વના દરેક શહેર, નગર અને કસ્બાઓમાં ટીમો ઉભી કરી આપણે આ કામ વિશ્વના ખૂણે ખૂણે વિસ્તારવા માગીએ છે. આપ પણ ટીમ બનાવી આ યજ્ઞ કાર્યમાં જોડાઇ શકો છો.

આપ કેવી રીતે P4P ટીમ બનાવશો ?

 • આ કામ કરવાની ઇચ્છા ધરાવનારા આપના મિત્રો, આપના વિસ્તારના લોકોને એકઠા કરી અભિયાન વિશે માહિતી આપી આપ તેઓને ટીમમાં જોડાવા આમંત્રણ આપો.
 • જોડાવા ઇચ્છતા લોકોના સંપર્ક નંબર, ઇ-મેઇલ એડ્રેસ નોંધી લેવા. તે પછીના અઠવાડીયામાં જ પ્રથમ મીટીંગ બોલાવવી. મીટીંગની તારીખ, સમય તથા સ્થળ એ જ વખતે જાહેર કરવાં. ત્યાં હાજર લોકોને ઇચ્છા ધરાવનાર અન્ય મિત્રોને મીટીંગમાં બોલાવવા જણાવવુ.
 • જોડાએલ લોકોનું બે Whats app ગૃપ બનાવવા, (૧) કોમ્યુનિકેશન માટેનું અને (૨) પ્રેરણાત્મક સંદેશાઓ મોકલવાનું જેથી કોમ્યુનિકેશન ગૃપમાં માત્ર સંદેશાઓની આપલે થાય જેથી પ્રેરણાત્મક સંદેશાઓ કોમ્યુનિકેશનમાં ખલેલ ન પહોંચાડે.
  દા.ત. P4P Dharampur Communication
  P4P Dharampur Inspiration
  ગૃપના ફોટો તરીકે P4P ના લોગોનો ઉપયોગ કરવો.
 • કોમ્યુનિકેશન ગ્રૃપ ઉપર પણ પ્રથમ મીટીંગનો મેસેજ મોકલવો. પ્રથમ મીટીંગમાં જવાબદારીની વહેંચણી કરવી.ટીમ થોડો સમય કામ કરે તે પછી તેના સંયોજક (Coordinator) અને ઉપસંયોજક (co-cordinator) પસંદ કરવા. યાદ રહે કે આ કોઇ પદ નથી જવાબદારી છે.

સામાન્ય જવાબદારીઓ :

 1. સામાન્ય જવાબદારીઓ :
 2. શાળા વિગેરેનો સંપર્ક કરી તાલીમ કાર્યક્રમો કરવા આમંત્રણ મેળવવુ.
 3. પ્રશિક્ષક (ટ્રેનર) તરીકેનું કામ
 4. કાર્યક્રમનો અહેવાલ તૈયાર કરવો
 5. સ્કીટ કરવી
 6. પ્રેઝન્ટેશનો બનાવવા

ટીમ બનાવવાના બીજા કેટલાક માર્ગો ;

 • પડોશી નગર ની હયાત ટીમ / સુરતથી કોઇને P4P નો પરિચય આપવા બોલાવવા. પરિચય અને તેમાં જોડાવા ઇચ્છતા લોકોની ઉપર મુજબ ટીમ બનાવવી.
 • બાળઉછેરને લગતા કોઈ પણ તાલીમ કાર્યક્રમમાં અન્ય વિષયો ઉપરાંત P4P નો પરિચય આપવો. જોડાવા ઇચ્છતા લોકોને કાર્યક્રમને અંતે ૧૦ મિનિટ માટે રોકાવા કહેવુ. રોકાએલા લોકો સાથે ઉપર મુજબ વાત કરી ટીમ બનાવવી.

ટીમને મજબૂત બનાવવી

 • ટીમના સભ્યોની કામ કરવાની ક્ષમતા વધારવા માટે તેઓનો એક દિવસનો તાલીમ કાર્યક્રમ (TOT Training of Trainers )યોજવો જેથી તેઓ માબાપ અને શિક્ષકોની તાલીમ આપવા સક્ષમ બને.
 • ટીમના સભ્યો પૈકી તાલીમ આપવાની ક્ષમતા ધરાવનાર લોકો ટીમના સભ્યોને દર અઠવાડિયે / પંદર દિવસે એક વિષયની તાલીમ આપે. આ થયુ આંતરિક ક્ષમતાવર્ધન. તાલીમ માટેના પ્રેઝન્ટેશનો, (link)
 • P4P બનવા સંપર્ક કરો:
  વૈભવ પરીખ 90990 10677

ટીમમાં કામ કરવાથી શું ફાયદો થાય ?

 • ટીમમાં જોડાવાથી એક બીજાની શકિતઓ અને ક્ષમતાઓ પૂરક નીવડે. દા.ત. એક વ્યમકિત સરસ તાલીમ આપી શકે છે પણ, તેનો સંસ્થાંઓમાં કોઇ સંપર્ક નથી જેથી તેને તાલીમ આપવાની તક મળતી નથી. ટીમમાં રહેલ બીજા લોકો આવી સંસ્થાથઓમાં સારા સંપર્કો ધરાવે છે જેથી તે પેલાને તાલીમ આપવા માટે સંસ્થાસઓમાં તકો ઉભી કરે છે.
 • એકલો વ્યનકિત થાકી જાય અથવા સંજોગોના કારણે કયારેક તે સમાજકાર્ય કરી ન શકે તો શરુ કરેલુ કાર્ય ખોરંભે પડી જાય છે. ટીમ હોય તો આવુ થતુ નથી. ટીમનો દરેક સભ્યત પોતાની અનુકૂળતા મુજબ કામ કરે છે છતાં સતત કામ ચાલુ જ રહે છે.