This post is also available in: English, Hindi

P4P ધ્યાન વિપશ્યના

 • ભગવાન બુદ્ધે ૨૫૦૦ વર્ષ પૂર્વે પુનજીર્વિત કરેલી ધ્યાન પધ્ધતિ છે.
 • વિપશ્યના ધ્યાનનું પ્રથમ પગથિયુ આનાપાન ધ્યાન છે.
 • આનાપાન ( આન + અપાન ) એટલે કે નાકમાથી આવતા અને જતા શ્વાસ પ્રત્યે સજગ (જાગૃત) થવુ.
 • આંખો બંધ કરી જોવુ (અનુભવવુ) કે શ્વાસ કયા નસકોરા (ડાબા કે જમણા કે બંન્ને) માંથી આવે-જાય છે.
 • આ ધ્યાન કરવાથી મન શાંત થાય છે
 • બાળકો દરરોજ ૫ – ૧૦ મિનિટ આનાપાન કરે તો,
  1. મનનુ ભટકવુ ઓછુ થાય છે
  2. એકાગ્રતા વધે છે
  3. મન શાંત થાય છે.
  4. પ્રતિક્રિયા (ચિડાઇ જવુ, રડી પડ્વુ, ગુસ્સે થવુ, મનમાં સમસમી જવુ) ઓછુ થાય છે.
 • ખાસ કરીને તરુણો ( ટીનએજ બાળકો ) માં ખૂબ જ ફાયદો થાય છે.
 • આ ઉમર ભણવાની ઉમર છે પણ આ જ ઉમરમાં બાળક માતાપિતા સાથે સંઘર્ષમાં ઉતરે છે. મિત્રોના વર્તન વ્યવહારથી ડીસ્ટર્બ થઇ જાય છે. ટીવી, મોબાઇલ મિડીયાનો આડેધડ ઉપયોગ કરે છે. જેની તેના અભ્યાસ તથા ભવિષ્ય પર ખૂબ જ વિપરિત અસર પડવાની સંભાવના રહે છે.
 • આનાપાન ધ્યાન આના પર લગામ લગાડે છે
 • માતાપિતા સાથેનો સંઘર્ષ ઘટે છે. સંબંધો સુધરે છે. બાળક સાથે મા-બાપ દ્રારા હિંસા / ગેરવર્તન થવાની શક્યતા ઘટે છે.
 • ઘરમાં શાંતિ વધે છે.
 • પરોક્ષ રીતે P4P નું કામ થાય છે.
 • એવા દાખલાઓ છે જ્યા આનાપાનને કારણે શાળાનુ બોર્ડ પરીક્ષાનું પરિણામ ૪૦ ટકાથી સુધરી ૧૦૦ ટકા સુધી પહોચ્યુ હોય.
 • મહારાષ્ટ્રની દરેક શાળામા પ્રાર્થના સમયે આનાપાન ધ્યાન કરાવવામા આવે છે.

વિપશ્યના :

 • વિપશ્યના એટલે વિશેષ રીતે જોવુ.
 • વિપશ્યના ધ્યાનની ૧૦ દિવસની શિબિરમાં ૩ દિવસ આનાપાન ધ્યાન કરવાનુ હોય
 • જેના કારણે શરીર ઉપર થઇ રહેલ સુક્ષ્મ સંવેદનાઓ (ખુજલી, દુખાવો, ઠંડુ લાગવુ, ભીનુ, ગરમ, ધ્રુજન કંપન ) અનુભવાય છે.
 • સામાન્ય રીતે આપણે અનુભવતા નથી તેવી સુક્ષ્મ સંવેદનાઓ આ જાગૃતિને કારણે અનુભવાય છે.
 • આપણા શરીરમાં આંખ, કાન, નાક, ત્વચા, જીભ દ્વારા ઇન્પુટ શરીરમાં જાય છે.
  મન તેનુ પૃથ્થકરણ કરે છે.
 • સારુ હોય તો શરીર પર ગમતી સંવેદના થાય છે અને અર્ધજાગૃત મન આવી સંવેદનાઓ વધુ આવે એવી કામના (રાગ) કરે છે.
 • અણગમતી સંવેદનાઓ જાગે તો મન તે ન આવે તેવી કામના (દ્વેષ) કરે છે.
  દા.ત. કાનના દરવાજા પર કોયલનો ટહુકો પડે છે.
 • મગજ તેનુ પૃથ્થકરણ કરે છે.
 • શરીર ઉપર ગમતી સંવેદનાઓ જાગે છે.
 • મન તેમની કામના કરે છે (રાગ) આ પ્રતિક્રિયા થઇ
 • કાનના દરવાજા ઉપર ગાળ પડે છે.
 • મગજ તેનુ પૃથ્થકરણ કરે છે.
 • શરીર ઉપર અણગમતી સંવેદના જાગે છે.
 • અર્ધજાગૃત મન તેને માટે દ્વેષ કરે છે. – અને આપણે ગુસ્સો કરવો, સામેવાળાને ગાળ બોલવી, કંઇ બોલવુ નહિ પણ અંદરથી સમસમી જવુ જેવી પ્રતિક્રિયા કરીએ.
 • આમ આપણે સમગ્ર વ્યવહાર સંવેદનાઓ પ્રત્યેના રાગ અને દ્વેષમાંથી જન્મતી પ્રતિક્રિયાઓથી ચાલે છે.
 • પ્રતિક્રિયા આપણને પજવે છે, પીડે છે ભવિષ્યના કર્મો ઉભા કરે તે .
 • ભવિષ્ય, આવતા જનમને બાજુ પર મૂકીએ તો પણ રોજેરોજની પ્રતિક્રિયા આપણને પીડે છે સંબંધ બગાડે છે મનોસંઘર્ષ જન્માવે છે.
 • વિપશ્યના એટલે વિશેષરૂપે જોવુ
 • અત્યાર સુધી આપણે દરેક સંવેદનાને ભોગવતા હતા – કેટલાકનો રાગ કરીને તો કેટલીક નો દ્વેષ કરીને – ખુજલી ખણીને, દુ:ખી થઇને, દુ:ખદ સંવેદનાની ટીકા કરી (અરેરે…. આ દુ:ખ મને બહુ પીડે છે તેવો ભાવ જન્માવી) અને સુખદ સંવેદના (દા.ત. મિઠાઇના સ્વાદ કે પ્રશંસાના શબ્દો) ને માણીને આપણે ભોગવતા.
 • વિપશ્યના સંવેદના ભોગવવાની ટેવો માંથી આપણને મુકત કરવા માગે છે.
 • ૧૦ દિવસની શિબિરમાં ૩ દિવસના આનાપાન પછી વિપશ્યના ( વિશેષ રૂપે જોવુ ) શરૂ થાય છે.
 • માથાથી પગ સુધી અને પગથી માથા સુધી શરીરના નાના-નાના ભાગ પર મનથી નજર કરતા જવાની અને સંવેદનાને માત્ર જોવાની, ભોગવવાની નહિ તે સારી છે કે ખરાબ તેવા ભાવ વિના માત્ર જોવાની
 • આમ સંવેદના પ્રત્યે સમતા રાખવાનો મહાવરો સાત દિવસ સુધી કરવામાં આવે છે.
 • હવે કોઇ ગાળ બોલે કે પ્રશંસાના શબ્દો બોલે ત્યારે અર્ધજાગ્રત મન પ્રતિક્રિયા કરવાને બદલે તેના પ્રત્યે સમતા રાખે છે. પ્રતિક્રિયા કરતુ નથી. પ્રતિક્રિયાથી સંપૂર્ણ મુક્ત ન થવાય તો પણ પ્રતિક્રિયા મંદ પડે છે.
 • અર્ધજાગ્રત મન માત્ર અનુભવની ભાષા સમજે.
 • માથાથી પગ અને પગથી માથા સુધી સંવેદના જોવાની યાત્રા દરમિયાન અર્ધજાગ્રત મન અનુભવે છે કે કોઇ સંવેદના કાયમી હોતી નથી. વહેલા મોડી અદ્રશ્ય થઇ જાય છે. ખુજલી આવે છે, જોત જોતામાં અદ્રશ્ય થઇ જાય છે.
 • મન કેળવાય છે કે પાંચ ઇન્દ્રીયોથી આવતા ઇન્પુટ થી જન્મતી સંવેદના કાયમી નથી. વહેલી મોડી જતી રહેવાની નથી. તો તેનો રાગ-દ્વેષ શો ? તેને માટે શુ કામ પ્રતિક્રિયા કરી દુ:ખી થવાનુ
 • ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવનારા કહે છે કે સ્ટીમુલી અને રીસ્પોન્સ વચ્ચે નાનકડો પોઝ લો તો (Stimuli pause Response) emotionally intelligent વ્યવહાર કર્યો ગણાશે . પ્રતિક્રિયા નહિ થાય સંબંધો નહિ બગડે.
 • પણ આ pause લાવવો ક્યાથી ?
 • વિપશ્યના આ પોઝ આપે છે – પ્રતિક્રિયા ઘટે છે.
 • માતા-પિતા તથા શિક્ષકો વિપશ્યના કરે તો આપોઆપ શાંત થાય. બાળકો સાથે વ્યવહાર સુધરે – બાળહિંસા ન આચરે જેથી ભવિષ્યના શાંત નાગરીકો પેદા થાય.

પ્રવૃતિ :

 • P4P ટીમો બાળકોને આનાપાન કરાવે.
 • માતાપિતા – શિક્ષકો માટે વિપશ્યના પરિચય ગોઠવે
 • જાતે વિપશ્યના શિબિર કરી જાત અનુભવ કરે
 • આનાપાનને કારણે બાળકોમા આવતા બદલાવને કારણે માબાપ વિપશ્યના તરફ વળે તેવુ બને.
 • દરેક જગ્યાએ વિપશ્યનાના મિત્રો આવી બાળ આનાપાન કરાવશે. વિપશ્યના પરિચય ગોઠવશે.
 • રાજકોટ : 0281-2220861,2782550
 • બાડા (કચ્છ) : 0283-4273303,273304
 • ધોળકા : 9426419397,271429469
 • મોગર : 0265-2341323
 • ધર્મજ: 253315
 • મહેસાણા : 0276-2254634,253315
 • નવસારી : 02637291100
 • કોઇનો સંપર્ક ન થાય તો શ્રી નરેન્દ્રભાઇ 9825162226
  દક્ષિણ ગુજરાતમાં આ પ્રવૃતિ માટે નરેન્દ્રભાઇનો સીધો સંપર્ક કરી શકાય.