This post is also available in: English, Hindi

દ્રષ્ટી:

બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે. તે જે જુએ, અનુભવે તે શીખે છે. બચપણમાં તે પ્રેમ, આનંદ, સત્ય , અહિંસા, કરૂણાનો અનુભવ કરે તો તે શીખે છે. બચપણમાં તે હિંસા, અસત્યચ, સંવેદનહીનતાનો અનુભવ કરે તો તે શીખે છે.

બાળક બચપણમાં જે પામે છે તે સવાયુ થઇને સમાજને પાછુ આપે છે. બાળકને થપ્પરડ મારીને ટીવી બંધ કરાવીએ, ગ્રૃહકાર્ય કરવા બેસાડીએ કે વર્ગમાં શાંતિ રાખવાનો પ્રયત્ન‍ કરીએ ત્યાારે બાળક હિંસા શીખે છે અને મોટુ થઇને સમાજને પાછી આપે છે.

સમાજમાં અહિંસા અને શાંતિ જોઇતી હશે તો બાળકોને તેનો ભરપૂર અનુભવ કરાવવો પડશે.

P4P અભિયાન માબાપ, શિક્ષકો અને વાલીઓને બાળકને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપવા, (અહિંસક, સંવેદનશીલ બાળઉછેર) માટે સક્ષમ બનાવવા પ્રયાસ કરે છે. તે માટે માબાપ અને શિક્ષકોની સમયાંત્તરે નિયમિત તાલીમ માટે પ્રયાસ કરે છે.

દિશા :

એક મિટીંગમાં એક સાથે એવો વિચાર રજૂ કર્યો- આપણે છૂટક છૂટક કામ કરી રહ્યા છીએ તેને બદલે બહુ જ ઓછી શાળાઓમાં કામ કરીએ પણે તેમને P4P નું જે કંઇ આપવાની જરુર હોય તે બધુ જ આપીએ અને પછી તેની શું અસર થઇ તે માપીએ ( impact assessment કરીએ)

મારો જવાબ આ છે.

 • P4P ના બધા જ ઇન્પુરટ લાંબા સમય આપવા માટે કોઇ શાળા કે વાલીમંડળ તૈયાર થાય કે કેમ?
 • થાય તો પણ ૧૦, ૧પ,ર૦ શાળાઓ માટે આપણે કામ કરીએ તો આપણુ કામ મર્યાદિત થઇ જાય.
 • આ શાળાઓમાં જબરદસ્ત પરિણામ સાથે એનો અર્થ એ નથી કે બધી શાળાઓ આ કરવા તૈયાર થઇ જશે.
 • અત્યારરે આપણે જે છૂટક છૂટક કામ કરી રહ્યા છીએ તે બીજ વેરવાનું કામ છે.
 • આ કામ નાનુ નથી દુનિયાભરમાં P4P નાં બીજ વવાય તે બહુ મોટુ કામ છે.
 • અસંખ્યન માબાપ એવાં છે જે એ જાણતાં જ નથી કે બાળઉછેર પર ધ્યામન આપવાનું હોય છે.
 • આવાં માબાપને આટલી ખબર પડે તે પણ બહુ મોટુ કામ છે.
 • તેનાથી અસંખ્ય બાળકોના જીવનમાં બદલાવ આવશે.
 • જયાં યોગ્યન ધરતી હશે ત્યાં બીજ ઉગશે.
 • બીજ વેરવાના કામ આ વિચારને પ્રસરાવશે.
 • બીજ વેરવાના કામની સાથો સાથ ઉડાણ વાળા કામ આપણે કરી જ શકશુ.
 • એવાં કામ આજે પણ થઇ રહ્યુ છે – FAQ , suicide parenting જેવા કામો થઇ જ રહ્યાં છે.
 • આમ આપણા Vision 2015 માં બીજ વાવવાના અને લાંબા ગાળાનાં એમ બન્નેા કામોનો સમાવેશ થવો જોઇએ.

P4P અંકુર

P4P પ્રસાર ( બીજ વેરવાનું કામ )

 • જુદા જુદા માધ્યમથી લોકોને અભિયાનની માહિતી મળે છે તેમ તેમ P4Pનો પરિચય આપવાની તકો મળતી જાય છે. પરિસ્થિતિ મુજબ આ તકોનો ઉપયોગ કરવો.
 • ૧૦ મિનિટનો જ સમય મળે તો સ્કીથટ રજૂ કરવી.
 • રાજ્યમાં કે રાજય બહાર દૂરના સ્થોળે P4P નો કાર્યક્રમ કરવાની તક મળે તો.
 • ઓછામાં ઓછો ર કલાકનો સમય મળે અને ટીમ ઉભી થવાની સંભાવના હોય તો કોર ટીમમાંથી કોઇએ જવુ.
 • નહિતો આમંત્રણ આપનારને અથવા તે જેને નક્કી કરે તેને P4P નો પરિચય આપવા તૈયાર કરી તેના દ્વારા પરિચય અપાવવો.
 • તેમાં ભવિષ્યકમાં આ વિશે વધુ જાણી કામ કરવાની ઇચ્છાે ધરાવનારા લોકોને ભવિષ્ય માં મોટા ( કમ સે કમ બે કલાકના ) કાર્યક્રમ માટે તૈયાર કરવા.

P4P ટીમ

 • પેરેન્ટીંગ ફોર પીસ (P4P) અભિયાનનો હેતુ બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપી વિશ્વશાંતિ આણવાનો છે. આપણે મા-બાપ અને શિક્ષકોને, બાળકોને આવુ બાળપણ આપવા સક્ષમ બનાવવા માંગીએ છીએ. આથી વાલીઓ અને શિક્ષકોની તાલીમ આપણું મુખ્ય કામ છે.
 • આ વિચારમાં વિશ્વાસ ધરાવનારા અને તેમા કામ કરવાની ઇચ્છા ધરાવતા લોકોની ટીમો દ્વારા જુદા-જુદાં જિલ્લાઓ, શહેરો અને નગરોમાં આ કામ કરવામાં આવી રહ્યુ છે.
 • વિશ્વના દરેક શહેર, નગર અને કસ્બાઓમાં ટીમો ઉભી કરી આપણે આ કામ વિશ્વના ખૂણે ખૂણે વિસ્તારવા માગીએ છે. આપ પણ ટીમ બનાવી આ યજ્ઞ કાર્યમાં જોડાઇ શકો છો.

કેવી રીતે P4P ટીમ બનાવશો ?

 • આ કામ કરવાની ઇચ્છા ધરાવનારા આપના મિત્રો, આપના વિસ્તારના લોકોને એકઠા કરી અભિયાન વિશે માહિતી આપી આપ તેઓને ટીમમાં જોડાવા આમંત્રણ આપો.
 • જોડાવા ઇચ્છતા લોકોના સંપર્ક નંબર, ઇ-મેઇલ એડ્રેસ નોંધી લેવા. તે પછીના અઠવાડીયામાં જ પ્રથમ મીટીંગ બોલાવવી. મીટીંગની તારીખ, સમય તથા સ્થળ એ જ વખતે જાહેર કરવાં.
 • ત્યાં હાજર લોકોને ઇચ્છા ધરાવનાર અન્ય મિત્રોને મીટીંગમાં બોલાવવા જણાવવુ.
 • જોડાએલ લોકોનું બે Whats app ગૃપ બનાવવા, (૧) કોમ્યુનિકેશન માટેનું અને (૨) પ્રેરણાત્મક સંદેશાઓ મોકલવાનું જેથી કોમ્યુનિકેશન ગૃપમાં માત્ર સંદેશાઓની આપલે થાય જેથી પ્રેરણાત્મક સંદેશાઓ કોમ્યુનિકેશનમાં ખલેલ ન પહોંચાડે. દા.ત. P4P Dharampur Communication
  P4P Dharampur Inspiration
 • ગૃપના ફોટો તરીકે P4P ના લોગોનો ઉપયોગ કરવો.
 • કોમ્યુનિકેશન ગ્રૃપ ઉપર પણ પ્રથમ મીટીંગનો મેસેજ મોકલવો.
 • પ્રથમ મીટીંગમાં જવાબદારીની વહેંચણી કરવી.
 • ટીમ થોડો સમય કામ કરે તે પછી તેના સંયોજક ( Coordinator ) અને ઉપસંયોજક (co- cordinator) પસંદ કરવા. યાદ રહે કે આ કોઇ પદ નથી જવાબદારી છે.

સામાન્ય જવાબદારીઓ :

 1. Whats App એડમીન
 2. શાળા વિગેરેનો સંપર્ક કરી તાલીમ કાર્યક્રમો કરવા આમંત્રણ મેળવવુ.
 3. પ્રશિક્ષક (ટ્રેનર) તરીકેનું કામ
 4. કાર્યક્રમનો અહેવાલ તૈયાર કરવો
 5. સ્કીટ કરવી
 6. પ્રેઝન્ટેશનો બનાવવા

ટીમ બનાવવાના બીજા કેટલાક માર્ગો ;

 • પડોશી નગર ની હયાત ટીમ / સુરતથી કોઇને P4P નો પરિચય આપવા બોલાવવા. પરિચય અને તેમાં જોડાવા ઇચ્છતા લોકોની ઉપર મુજબ ટીમ બનાવવી.
 • બાળઉછેરને લગતા કોઈ પણ તાલીમ કાર્યક્રમમાં અન્ય વિષયો ઉપરાંત P4P નો પરિચય આપવો. જોડાવા ઇચ્છતા લોકોને કાર્યક્રમને અંતે ૧૦ મિનિટ માટે રોકાવા કહેવુ. રોકાએલા લોકો સાથે ઉપર મુજબ વાત કરી ટીમ બનાવવી.

ટીમને મજબૂત બનાવવી

 • ટીમના સભ્યોની કામ કરવાની ક્ષમતા વધારવા માટે તેઓનો એક દિવસનો તાલીમ કાર્યક્રમ (TOT Training of Trainers ) યોજવો જેથી તેઓ માબાપ અને શિક્ષકોની તાલીમ આપવા સક્ષમ બને.
 • ટીમના સભ્યો પૈકી તાલીમ આપવાની ક્ષમતા ધરાવનાર લોકો ટીમના સભ્યોને દર અઠવાડિયે/પંદર દિવસે એક વિષયની તાલીમ આપે. આ થયુ આંતરિક ક્ષમતાવર્ધન.
 • P4P બનવા સંપર્ક કરો: વૈભવ પરીખ 90990 10677

ટીમમાં કામ કરવાથી શું ફાયદો થાય ?

 • ટીમમાં જોડાવાથી એક બીજાની શકિતઓ અને ક્ષમતાઓ પૂરક નીવડે. દા.ત. એક વ્યરકિત સરસ તાલીમ આપી શકે છે પણ, તેનો સંસ્થાંઓમાં કોઇ સંપર્ક નથી જેથી તેને તાલીમ આપવાની તક મળતી નથી. ટીમમાં રહેલ બીજા લોકો આવી સંસ્થાથઓમાં સારા સંપર્કો ધરાવે છે જેથી તે પેલાને તાલીમ આપવા માટે સંસ્થાસઓમાં તકો ઉભી કરે છે.
 • એકલો વ્યયકિત થાકી જાય અથવા સંજોગોના કારણે કયારેક તે સમાજકાર્ય કરી ન શકે તો શરુ કરેલુ કાર્ય ખોરંભે પડી જાય છે. ટીમ હોય તો આવુ થતુ નથી. ટીમનો દરેક સભ્ય પોતાની અનુકૂળતા મુજબ કામ કરે છે છતાં સતત કામ ચાલુ જ રહે છે.

મીડીયા નીતિઃ-

 • P4P નો પ્રચારનો હેતુ પ્રસાર
 • વિચારનો પ્રસાર
 • પ્રવૃત્તિઓથી લોકો વાકેફ થાય અને તેનો લાભ લે.
 • P4P ટીમને કામ ( તાલીમ કાર્યક્રમો ) કરવાની તકો ઉભી થાય.
 • વ્યવકિતગત પ્રચારથી દૂર રહેવુ.
 • પ્રચાર તરફ બહુ ભાર નહિ કારણ કે જયારે પ્રચાર મુખ્યર હેતુ બની જાય ત્યાઉરે મુળ કામ બાજુ પર ધકેલાઇ જતુ હોય છે.
 • કાર્ય કે તેનો પ્રચાર આપણે મહાન કાર્ય કરી રહ્યા છીએ તેવો અહં નહિ જગવવો જોઇએ.
 • ફોટા પડાવવા/ છપાવવા કોઇ કાર્યક્રમ નહિ.
 • સિધ્ધાંાતો સાથે બાંધછોડ કરી કોઇ પ્રસાર કાર્ય નહિ.
 • પ્રસિધ્ધિવનો મોહ બિલકુલ નહિ.

P4P પબ્લીાક રીલેશન

 • દરેક ટીમમાં પબ્લીલક રીલેશનની એક નાનકડી ટીમ.
 • મીડિયામાં કામ કરતા લોકો કે મીડિયા સાથે સંકળાયેલા લોકો જો ટીમમાં હોય તો તેઓ આ ટીમમાં સારી રીતે કામ કરી શકે.
 • પબ્લી ક રીલેશનનું કામ પણ લગભગ ઉપરના સિધ્ધાંકતોને ધ્યાતનમાં રાખીને જ કરવુ.

P4P ટેકનોલોજી ટીમ

 • ટેકનોલોજીના માધ્યમથી P4P ના પ્રચાર – પ્રસારકાર્ય કરવું તેની અસરકારકતા વધારવી.

વિવિધ વર્ગોના લોકો માટે કાર્યક્રમો:

P4P મીડીયા કાર્યક્રમ

 • મિડીયાના પ્રતિનિધિઓ માટે P4P પરિચય અથવા તેમને જરૂરી હોય તેવા પેરેન્ટીંગના વિષયનો તાલીમ કાર્યક્રમ યોજવો

Objectives:

 • આપણી પ્રવૃતિઓનો લાભ માબાપ તરીકે તેમને અને તેમના થકી તેમના બાળકોને મળે.
 • તેઓ P4P ના કામથી પરિચિત થાય અને કોઇને ટીમમાં જોડાવાની ઇચ્છા હોય તે જોડાય
 • They can cover the activities of P4P in the media.
  આ જ રીતે બાળરોગ ચિકિત્સક, મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિકો માટે પણ તેમના સંગઠનો મારફતે કાર્યક્રમ કરવા.

P4P વર્કર / સ્વીયં સેવક

 1. વિવિધ વયજુથો, વર્ગો P4P નું કામ ઉપાડી લઇ શકે. દા.ત.
 2. વડીલો ( સિનિયર સીટીઝન ) તેમના અનુભવ અને ફાજલ સમયના કારણે મોટુ યોગદાન આપી શકે કામ કર્યાનો સંતોષ મેળવી શકે.
 3. ગ્રૃહિણીઓ ફાજલ સમયનો ઉપયોગ કરી પ્રદાન કર્યાનો સંતોષ મેળવી શકે.
 4. શિક્ષકો ફાજલ સમયનો ઉપયોગ કરી પ્રદાન કર્યાનો સંતોષ મેળવી શકે.
 5. નિવૃત્ત શિક્ષકો ફાજલ સમયનો ઉપયોગ કરી પ્રદાન કર્યાનો સંતોષ મેળવી શકે.
 6. BRC/CRC (શિક્ષણ વિભાગના અધિકારીઓ ) તેમના ફરજના ભાગરૂપે આ કામ કરી શકે.
 7. શિક્ષણ વિભાગના નિવૃત અધિકારીઓ
 8. મનો ચિકિત્સરકો, બાળ મનોચિકિત્સાકો મનો વૈજ્ઞાનિક, બાળરોગ ચિકિત્સરક ,PTC, BED કોલેજના પ્રોફેસરો. જેવા લોકો પોતાના જ્ઞાનના માધ્યમમથી યોગદાન કરી શકે.
 9. મહિલાઓનો સંપર્ક અખિલ હિન્દવ મહિલા પરિષદ જેવી સંસ્થાકઓ મારફતે થઇ શકે.

સ્વેયંસેવક શું કરી શકે?

 1. આપના નગરની P4P ટીમમાં જોડાવુ
 2. આપના નગરમાં P4P ટીમ શરૂ કરવી.
 3. ટ્રેનર તરીકે તાલીમ આપવી.
 4. તાલીમ સામગ્રી તૈયાર કરવી.
 5. તૈયાર તાલીમ સામગ્રીનો અન્યો ભાષામાં અનુવાદ કરવો.
 6. માબાપ, શિક્ષકોનું કાઉન્સેુલીંગ કરવુ. ( કાઉન્સેકલર તરીકે કામ કરવુ )
 7. કાઉન્સેનલીંગ સેન્ટુર શરૂ કરવાં .
 8. P4P ની હરતી ફરતી ઓફિસમાં સ્વરયંસેવક તરીકે કામ કરવુ – પત્ર વ્યગવહાર કરવો, રીપોર્ટ લખવો, સંપર્કો કરવા, ડીઝાઇન તૈયાર કરવી ન્યુસઝ લેટરનું એડીંગ કરવુ, ઇત્યા્દિ.
 9. તાલીમ દરમિયાન સ્કીપટ / ભવાઇ રજૂ કરવી.
 10. P4P ને વાલીઓ કે શિક્ષકોની તાલીમ કરવાની તક મળે તે માટે શાળાઓ/ સંસ્થાીઓ તરફથી આમંત્રણ મેળવવા.
 11. સામાજિક મેળાવડાઓ / અન્યી કાર્યક્રમોમાં બાળઉછેરને લગતી વાત કરવાની તક ઉભી કરવી.
 12. શાળાનાં બાળકોને બાળફિલ્મોિ બતાવવા માટે P4P સાથે MOU કરવું.
 13. P4P શાળા બનો.
 14. P4P શિક્ષક બનો
 15. P4P વાલી બનો અને અન્યોેને બનાવો

P4P સ્વ યંસેવક બનનારને શું લાભ થાય.

 1. પોતાના બાળકોનો ઉછેર વધુ સારી રીતે કરવા સક્ષમ બનાય.
 2. પોતાના વિદ્યાર્થીઓ સાથે યોગ્યર વ્યવવહાર કેળવી શકાય.
 3. સમાજકાર્ય કર્યાનો સંતોષ મળે.
 4. નેતૃત્વ્ના અને ટીમમાં કામ કરવાના ગૂણો વિકસે.
 5. સમાજમાં બદલાવ લાવવાનું કામ કરી શકાય.
 6. સામાજિક કામ કર્યાનો સંતોષ મળે
 7. પોતાનું વ્યક્તિત્વ વિકસે.

P4P યુવા સ્વયંસેવક

 • યુવાનો ના સમય અને ઉર્જાનો ઉપયોગ આ અભિયાનમાં કરી શકાય તેનાથી યાવાનો નો સ્વવવિકાસ થાય. તેઓનો સ્ટેંજ ફિચર દૂર થવો તથા તેમની અભિવ્યવકત સુધરે.
 • યુવાનોમાં લગ્ન પૂર્વે, લગ્નફ અને વાલીપણાની જાગૃતિ આણી શકે. તેનાથી પોતાનો વિકાસ થાય.

P4P ઇન્ટ ર્નશીપ

 • કોલેજના ઘણા અભ્યાહસક્રમોમાં/ખાસ કરીને BSW/BCS, MSW ) વિદ્યાર્થીઓએ ઇન્ટકરશીપ અથવા પ્રોજેકટ કરવાના હોય છે.
 • આ વિદ્યાર્થીઓને P4Pનું કામ સોંપી શકાય.
 • વાલીઓ, શિક્ષકોની તાલીમ
 • તેમનો બાળકો સાથેના વર્તનનો અભ્યાકસ
 • ઝુપડપટ્ટી ઓના વાલીઓની માનસિકતા તથા બાળકોની સ્થિ તિનો અભ્યાBસ
 • બાળહિંસાનું પ્રમાણ, અસર વિ.નો અભ્યાનસ.

P4P પાર્ટનર

  P4P ના વિઝન મુજબ કામ કરતી સંસ્થાયઓ સાથે ભાગીદારી થઇ શકે.

  આમ કરવાથી નીચેના લાભો થઇ શકે.

  P4P જે ક્ષેત્રમાં હાલ નોંધપાત્ર કામ કરી શકતુ નથી તે ક્ષેત્રમાં કામ કરવાની સંભાવનાઓ ઉભી થાય. ( દા.ત. ઝુપડપટ્ટીમાં વસતા બાળકો અને માબાપ
 • આ સંસ્થા ઓના કામને વેગ મળે.
 • આ સંસ્થા ઓ વ્યાસ્થિ્ત કામ કરી શકે તે માટે P4P માર્ગદર્શક બને.
 • આવી સંસ્થાાઓને જોડવાનું કામ P4P કરે.
 • આ સંસ્થાથ જેવુ કામ કરે છે તેવુ કામ P4P ના સભ્યો પણ શરુ કરી શકે.
 • P4P ની ક્ષમતાઓ અને આ સંસ્થાતઓની ક્ષમતા વચ્ચેે સિનર્જી (1+1=11 ) સર્જાય.

ઉદાહરણ તરીકે :

 • હું જયોતિધર છું અભિયાનના જયોતિર્ધરો પાસે તાલીમ આપવાની ક્ષમતા છે. P4Pની ટીમો માટે તાલીમ આપવા માટેની તકો ઉભી કરવાની ક્ષમતા છે. બન્નેન મળીને મોટા જથ્થામાં ગુણવત્તાસભર તાલીમ કાર્યક્રમો કરી શકે.
 • શૈશવ ( ભાવનગર ) સાથે જોડાઇને બાલસેના ના મોડેલનો વિસ્તા ર કરી શકાય.
 • અનાથ બાળકોને દત્તક લેવાનું કામ કરતી વાત્સજલ્યમ એજયુકેશન એન્ડમ ચેરીટેબલ ટ્રસ્ટે (બારડોલી) પોતાનું કામ વધુ વ્ય સ્થિ્ત રીતે કરી શકે તે માટે P4P માર્ગદર્શક બની શકે.
 • બીજા સ્થ.ળોએ અન્યં સંસ્થાસઓ આ મોડેલ પર કામ કરતી થાય તે માટે P4P મદદરૂપ થઇ શકે.
 • પેડિયાટ્રીક, સાઇકિયાટ્રિક એસોશિએશન, એડોલેસ્ટ્મ ક , હેલ્થપ એકેડેમી સાથે પણ આવી પાર્ટનરશીપ કરી શકાય.

P4P સ્કીરટ

 • સ્કીસટ બહુ ઓછા સમયમાં અસરકારક રીતે આપણો સંદેશો પહોચાડે છે.
 • સારી સ્કીીટનું શકય હોય તો બે કેમેરાથી વિડીયો રેકોર્ડીગ કરવુ.
 • વૈભવ- વિરાજે P4P પરિચયની ૧પ મીનિટની સ્કી ટ તૈયાર કરી રેકોર્ડ કરાવવી.

P4P ફિલ્મી

 •  આ વિચારને લગતી જુદા જુદા વિષયને રજૂ કરતી ૧ થી ર મીનીટની ફિલ્મ બનાવવી.

P4P કવિતા

 • P4P વિચારને અસરકારક રીતે સ્પકષ્ટડ રીતે વ્યિકત કરતી કવિતા લખવી.
 • બાળઉછેરને લગતા જુદા જુદા વિષયનો સ્પપષ્ટડ સંદેશો આપતી કવિતાઓ.
 • બધાને સમજાય તેવો પ્રત્યાક્ષ સંદેશો અમુકને જ સમજાય તેવો પરોક્ષ સંદેશા કરતા વધુ યોગ્યધ.

P4P વિજ્ઞાપન

 • પ્રત્યસક્ષ સંદેશાઓનું સંક્ષેપ ( ર૦-૩૦ સેકન્ડે નું વિજ્ઞાપન
 • ગયા બાલ સપ્તાકહ નિમિત્તે ફર્નિચર દ્વારા આવા બે વિજ્ઞાપનો (ચેનલનું નામ) પર આપવા.

P4P સ્ટો લ

 • શિક્ષણ સંબંધી કાર્યક્રમે, મેળાઓ (દા.ત. પુસ્તુક મેળો) માં P4P નો સ્ટોવલ શરૂ કરવો.
 • મેળાવડાઓ, સમુહલગ્ન,, કથા વિગેરેમાં P4P પરિચયની તક મેળવવી.
 • વાલીઓના કાર્યક્રમમાં પણ આયોજકની સંમતિથી એક ટેબલ લઇ P4P સ્વ યંસેવક આ માહિતી આપી શકે.
 • જ્ઞાતિ/ સમાજ/ ગામના મેળાવડાઓમાં પણ આ કામ કરી શકાય.

સ્ટોજલ કેવી રીતે શરૂ કરવો?

 • આયોજકોને રૂબરૂ મળી P4P ની માહિતી આપી વિનામૂલ્યેી સ્ટો્લ ફાળવવાની વિનંતી કરવી અને વિનંતી પત્ર પણ આપવો.
 • પત્ર આપવો જરૂરી છે જેથી આયોજકની ઓફિસ દ્વારા ફોલોઅપ થાય.
 • આ પત્ર ઉપરાંત તેમની ઓફિસને પણ એક પત્ર મોકલી આપવો જેથી આયોજકને આપેલ પત્ર કયાંક મુકાઇ જાય જાય તો પણ કામ અટકે નહિ.
 • આયોજકને મળવામાં વિલંબ થતો હોય તો પહેલાં પત્ર અવશ્યક મોકલી આપવો.
 • ઘણીવાર પત્રથી પણ કામ થઇ જતુ હોય .

સ્ટોઘલ પર આપવાની માહિતી

 1. Give brochure of P4P to the visitors
 2. મુલાકાતીઓને P4P ની માહિતીનું બ્રોસર આપવું.
 3. અભિયાનનો મુખ્ય વિચાર, મુખ્યસ પ્રવૃત્તિઓ, Web site ની માહિતી આપવી.
 4. જોડાવા માગતા હોય તેમનુ ફોર્મ ભરાવવુ.
 5. ફોર્મમાંથી તેમને જે બાબતોમાં રસ પડે તે બાબતો વિશે વધુ માહિતી આપવી.

સ્ટોફલની વ્યજવસ્થાસ ઃ-

 1. સ્ટો‍લમાં દરેક વખતે એક P4P સભ્યુ હાજર રહે.
 2. તેમની સાથે કોલેજના વિદ્યાર્થીઓ જેવા યુવા સ્વ યંસેવકો હાજર રહે.
 3. નવા યુવા સ્વોયંસેવકો તૈયાર કરવાની આ તક છે.

સ્ટોનલ મુલાકાતીનું ફોર્મ

નામઃ-

ટેલીફોન નંબ ઃ-

ઇ-મેઇલ એડ્રેસ

સરનામુઃ-

 1. P4P સ્વીયંસેવક બનવા માગે છે?
 2. P4P મા બાપ બનવા માગે છે?
 3. P4P શિક્ષક બનવા માગે છે?
 4. P4P શાળા બનાવવા માગે છે?
 5. પોતાના નગર/ તાલુકામાં P4P ટીમ ઉભી કરવા માગે છે?
 6. હયાત P4P ટીમમાં જોડાવા માગે છે?
 7. બે શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમ યોજવા માગે છે?
 8. વાલીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજવા માગે છે?
 9. પોતાના નગરની શાળાઓને બાળફિલ્મોવ બતાવવા માટે માટે P4P સાથે જોડાવા માગે છે ?
 10. અન્ય? કોઇ રીતે યોગદાન આપવા માગતા હોયતો તેની વિગત

P4P ઓળખ

P4P BRANDING:

 1. બાળ સપ્તાળહ
 2. ફાધર્સ ડે
 3. મધર્સ ડે
 4. શાંતિ દિવસ
 5. વેલેન્ટાવઇન ડે
 6. મેન્ટ્લ હેલ્થ ડે
 7. વલ્ડટ પેરેન્ટડસ ડે ૧ જુન

P4P થીમ સોન્ગ

 હવે તેનો સમય પાકી ગયો છે. ચિંતનભાઇ વ્યાીસ ( ભાવનગર ) જેવા લોકો થીમ સોંગ તૈયાર કરી રેકોર્ડ કરે ( ગુજરાતી અને હિન્દીન બન્ને( ભાષામાં ) અંગ્રેજીમાં થાય તો પણ સરસ.

P4P Branding Ideas

 1. એક સરખી ડીઝાઇન
 2. લોગો
 3. બેનર
 4. આમંત્રણ પત્રિકા
 5. સ્ટેન્ડ
 6. સ્લોગન
 7. થીમ સોંગ
 8. બ્રોસર
 9. P4P મેસેજ (Whats app broad casting ) સુવિધા દ્વારા
 10. P4P સ્ક્રીન સેવર
 11. P4P ડીઝાઇન ટીમ

 12. બ્રોસર , બેનર, સ્ટેન્ડ, આમંત્રણ પત્રિકા, થેલી, સ્લાઇડ શો વિગેરેની ડીઝાઇન
 13. કેન્દ્રીકૃત રીતે ડીઝાઇન નક્કી કરવામાં આવશે. જેનો ઉપયોગ તમામ ટીમો કરશે
 14. આ કામ માટે સ્વયં સેવક તરીકે જોડાઇ પોતાના ઘરે બેઠાં ડીઝાઇન તૈયાર કરી યોગદાન આપી શકાય.

લાંબા ગળાનું કામ

ડીસ્લેક્ષીયાવાળા બાળકો માટેનું કાર્ય:

 • લગભગ ૧૫ ટકા બાળકો ડીસ્લેકસીક હોય છે.
 • આવા બાળકોને લખવા, વાંચવા, ગણવામાં ખૂબ જ તકલીફ પડે છે.
 • માબાપ અને શિક્ષકો એમ માને છે કે તેઓ જાણી બુઝીને આમ કરે છે
 • આથી તેઓની સાથે શારિરિક માનસિક હિંસા આચરે
 • ડીસ્લેકસીયા વિશેની માબાપ તથા માબાપ અને શિક્ષકોને સમજ આપવાથી આ બાળકો સાથેનો વ્યવહાર સુધરશે.
 • આવા બાળકો આખા વર્ગને ખલેલ પહોંચાડે છે.
 • તેમના કાઉન્સેલીંગની વ્યવસ્થા દરેક શાળામાં શરુ કરવાથી શાંતિમય બાળઉછેરની દિશામાં નોંધપાત્ર કદમ માંડી શકાય છે.
 • P4P સુરત ટીમ માટે જાગૃતિ માટેના પ્રઝન્ટેશનો છે. પણ કાઉન્સેલીંગ સુધી પહોંચી શકાય તે માટેની તૈયારીઓ (પુસ્તકો, મોડ્યુલ આદિ તૈયાર કરવાનુ કામ ચાલુ છે )

આત્મહત્યા નિવારણ

 • બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછુ નથી. જેટલાં બાળકો આત્મહત્યા કરે છે તેનાથી અનેક ઘણાં બાળકો આત્મહત્યા નો વિચાર કરે છે.
 • બાળકો પરીક્ષાની કે તેના પરિણામની ચિંતાને કારણે જ આત્મહત્યા કરે છે એવુ નથી. તેનાં ઘણાં કારણો છે.
 • આથી જ બાળ આત્મહત્યા નિવારણ એ P4P નો મહત્વજનું કાર્ય છે.
 • P4P ટીમ દ્વારા બાળકોમાં આત્મ હત્યા નિવારણ માટે પ્રેઝન્ટે.શનો તથા પુસ્તશક તૈયાર કરવામાં આવ્યુી છે.
 • જિલ્લા્ શિક્ષણ અધિકારી સુરત દ્વારા આ પુસ્ત ક પ્રકાશિત કરવામાં આવ્યુે છે.
 • ર૯ ડીસેમ્બછર ર૦૧૪ ના રોજ માન. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રછસિંહ ચુડાસમાની હાજરીમાં સુરત જિલ્લાયના ૧ર૦૦ શાળા સંચાલકો તથા આચાર્યોની તાલીમ કરવામાં આવી.
 • આવી તાલીમ દરેક જિલ્લાિમાં કરવી.
 • માબાપો ( ખાસ કરીને દસમા- બારમામાં ભણતા બાળકો, ટીન એજર્સ બાળકોનાં) માતાપિતા માટે પણ આવી તાલીમ આપવી જોઇએ.
 • તાલીમને અંતે પુસ્તાક અપાય તો સારુ.
 • બાળકોને આત્મ હત્યા નિવારણ માટે તૈયાર કરવા માટેનુ મોડયુલ સુરત ટીમ કરશે.
 • તે પછી બાળકો માટે પણ આવી તાલીમ શરુ કરવી.
 • સુરત ગ્રામ્યટ જિલ્લાા પોલીસ સુરક્ષા સેતુ સોસાઈટી દ્વારા સમગ્ર ગુજરાત માટે ર૪ કલાક કાર્યરત જીવન આસ્થાય આત્મિહત્યા નિવારણ હેલ્પોલાઇન (ટોલ ફ્રી નં.૧૮૬૦૨૬૬૨૩૪૫) નો પ્રસાર કરવો ( પ્રચાર સાહિત્યત ઉપલબ્ધિ છે.)

બાળ અધિકાર તાલીમ

 • બાળ અધિકાર માટેનું મોડયુલ બનાવવુ.
 • માબાપનુ જાગૃત કરવા.
 • શિક્ષકોને જાગૃત કરવા.
 • બાળ અધિકાર સાથે સંકળાએલી અન્યવ સ્ટે કહોલ્ડ‍રને જાગૃત કરવા.
 • બાળકોને જાગૃત કરવા.
 • પ્રવૃત્તિ આધારિત જાગૃતિ કાર્યક્રમ.
 • શૈશવ ( ભાવનગર ) ના બાલેસના જેવા પ્રોજેકટ સાથે બાળઅધિકાર અંગે પાર્ટનરશીપ કરી શકાય.
 • તેનો અભ્યાઆસ કરી અન્ય) જગ્યાવઓએ બાલસેના શરુ કરવી.

P4P પીસ મોડયુલ/ પીસ એકટીવીટી

 • પીસ મોડયુલ તૈયાર કરવું.
 • શૈશવ ( ભાવનગર ) દ્વારા રમાડવામાં આવતી પીસ ગેમ્સાનો અભ્યાટસ કરી યોગ્ય જણાય તો તેનો પ્રસાર કરવો.
 • પીસ એકટીવીટી તૈયાર કરવી.

માનસિક આરોગ્ય સપ્તાહ

 1. . મા બાપ માટે – માબાપના માનસિક સમસ્યા વર્તન વિશેની સમયા અને રોગોની બાળકો/ બાળઉછેર પર અસરનું મોડયુલ બનાવવો.
 2. માબાપોનો જાગૃતિ કાર્યક્રમ કરવો
 3. બાળકો –ટીનએજર્સ માટે
 4. તેમની માનસિક સમસ્યાસઓ / રોગો વિશે માહિતગાર કરી તેમના વર્તનમાં સંતુલન આણી આત્મીહત્યાા નિવારણ અટકાવવું.

P4P યુવા પરિવાર સજ્જતા

 • યુવાનોને લગ્નહપૂર્વે , લગ્ન માટે અને વાલીપણા ( Paranting ) ની તાલીમ આપવી.
 • યુવાનો પોતે જ ટ્રેનર બની આ કામ તેમના સાથીઓમાં કરી શકે
 • સ્કીનટ દ્વારા વિચારનો પ્રસાર

નાગરિક ધર્મ તાલીમ:

 • બાળકોને સારા નાગરિક બનવાની તાલીમ
 • જવાબદાર નાગરિક બનવાનું પ્રેઝેન્ટે શન તૈયાર કરવું. સવીક સેન્સn, ટ્રાફિક વિગેરે જુદા જુદા વિષયના મોડયુલ તૈયાર કરવો
 • મહિને એક વિષયની માબાપ/ બાળકો સાથે

બાળઉછેની પ્રશ્નોત્તરી:

 • મા-બાપો ને વારંવાર સતાવતા પ્રશ્નોના જવાબ તૈયાર કરી ઉપલબ્ધવ કરાવવા P4P નું મહત્વાનું કામ છે.
 • વિવિધ કાર્યક્રમોમાં રજૂ થતા પ્રશ્નોના નિષ્ણાંશતો પાસે જવાબ તૈયાર કરવી વેબસાઇટ ઉપર ઉમેરવા
 • ઘણીવાર પ્રશ્ન જુદી રીતે પૂછાયો હોય તેવુ બને ખરેખરનો પ્રશ્ન અગાઉના FAQ માં આવી ગયો હોય તેવુ પણ બને.
 • નવો પ્રશ્ન તૈયાર કરતાં પહેલાં આ બાબત ચકાસી લેવી.
 • આ પ્રશ્નોત્તરી P4P પ્રશિક્ષકોની ક્ષમતા વધારવા માટે પણ ઘણી ઉપયોગી નીવડશે.

P4P બાળ ફિલ્મક પ્રોજેકટ

 • P4P એક વિચાર અભિયાન છે જેમાં કોઇ પણ વ્યીકિત કે સંસ્થા જોડાઇ શકે.
 • ફિલ્મશ સોસાયટી ઓય સુરતના (FSS) P4P ના સક્રિય સભ્યક છે.
 • તેમનો વિચાર છે કે બાળફિલ્મોર બનાવી બાળવિકાસમાં ભાગીદાર થઇ બાળકોને પ્રેમ અને આનંદભર્યૂ બાળપણ આપીએ.
 • FSS અને સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિએ MOU કર્યુ છે.
 • FSS દ્વારા ચિલ્ડ્રશન ફિલ્મે સોસાયટી ઓફ ઇન્ડી યા પાસેથી બાળફિલ્મો મેળવી આપવામાં આવે છે. જેનો ખર્ચ શિક્ષણ સમિતિ આપશે.
 • ફિલ્મરમાંથી બાળકો લર્નિગ આઉટકમ મેળવી શકે તે માટે FSS શિક્ષકોને તાલીમ આપશે.
 • દરેક શાળાએ વર્ષમાં ૧ર ફિલ્મક બતાવવા પ્રયત્ન કરવો પરંતુ ઓછામાં ઓછી ૬ ફિલ્મોપ અચૂક બતાવવી.
 • તેનો રીપોર્ટ આ ફોર્મેટમાં FSS ને આપવો.
 • અ.નં. શાળાનું નામ તારીખ દર્શાવેલ ફિલ્મ્ વિદ્યાર્થીઓની સંખ્યામ શિક્ષકનું નામ
 • વધુમાંવધુ શહેરો તેમા જોડાય
 • ઘણી શાળાઓ ધરાવતા ટ્રસ્ટ તેને અપનાવે.

દત્તક બાળકોનો ઉછેર:

 • માતા- પિતા વિહિન માબાપોનો બાળ ઉછેર
 • આવાં બાળકોને દત્તક લેતી સંસ્થાાઓની ક્ષમતા વધારવી તેમનું કામ પ્રસરાવવું.
 • આવાં ગ્રહોની ગ્રૃહમાતાઓ વિગેરેની તાલીમ
 • આવાં બાળકોનું કાઉન્સેેલીંગ
 • આવાં ગૃહોમાં નિયમિત કાઉન્સેેલરોની નિમણૂંક
 • P4P દત્તક યોજના

P4P ઉમ્મિતદ

 • આપણી ઝુપડપટ્ટીઓમાં ગરીબી, અજ્ઞાન અને વ્ય સનમાં સબડતાં માબાપોના ઘરોમાં સૌથી વિશેષ બાળપણ નંદવાય છે. આ બાળકો પૂરતા પોષણ, કાળજી અને સંભાળ પામતાં નથી. ભણવાની અને રમવાની ઉમરે તેમણે કામ કરવુ પડે છે. બાળ મજુરી અને બાળકોનું શારીરિક શોષણ પણ થાય છે. આ બાળકોની જિન્દવગીમાં નોંધપાત્ર ફરક પાડયા વિના વિશ્વશાંતિનું સપનું ઘણુ દૂર છે.
 • આ ક્ષેત્રમાં બહુ જ નહિવત કામ થાય છે. થોડુ ઘણુ કામ બાળકોના ક્ષેત્રમાં કરવામાં આવે છે પણ વાલીઓમાં તો લગભગ કંઇ કરવામાં આવતુ નથી. વાલીઓમાં કામ કરવામાં આવે તો બાળકને ઘરમાં સતત તેનો લાભ મળતો રહે.
 • P4P એ આમાં ઘણી લાંબી મજલ કાપવાની છે. આ ક્ષેત્રમાં કામ કરતા, કરવા માગતા, કરવાની ક્ષમતા ધરાવતા ઘણા લોકો અને સંસ્થાકઓ આમાં જોડાય તેવી આશા છેઃ

સુચિત કાર્યોઃ

 • માબાપોને વ્યકસન મૂકત કરવાં.
 • તેમને બાળઉછેરનું મહત્વન સમજાવવું.
 • શાળાએ ન જતાં બાળકોને શાળાએ મોકલવા.
 • માબાપને તેને માટે સમજાવવા.
 • ભીખ માગતા બાળકોને મુકત કરી શાળાએ મોકલવા.
 • બાળમજુરી કરતાં બાળકોને મુકત કરી શાળાએ મોકલવા.
 • આ ક્ષેત્રમાં કામ કરવા વધુમાં વધુ સ્વએયંસેવકો તૈયાર કરવા.

P4P ઉમ્મીમદ – માબાપ માટે

 • ૧૦ ટીમ
 • ૩૦૦૦ મા બાપ

P4P ઉમ્મીપદ – બાળકો માટે

 • ૧૦ ટીમ
 • ૪૦૦ મા બાપ

બાલભવન :

 • બાલભવન બાળકો તથા મા-બાપ શિક્ષકો માટે મહત્વનું Centre of excellence બની શકે.
 • સુરતમાં બાલભવન શરુ કરવાની કાર્યવાહી ચાલુ છે.
 • P4P ટીમે પોતાના શહેરમાં બાલભવન શરૂ કરવા પ્રયાસો કરવા જોઇએ.
 • આ અંગેનુ માર્ગદર્શન શ્રી સુનિલભાઇ જૈન (9374712867) પાસેથી મળશે.

P4P પેરેન્ટર હેલ્‍પલાઇન

 • સામાન્યુ રીતે બાળકો માટે ( Child line )
 • મહિલા હેલ્પે લાઇન ( 1095, 181 ) વિગેરે ઉપલબ્ધી છે.
 • માત્ર પેરેન્ટીંરગના પ્રશ્નો માટે પેરેન્ટ8 હેલ્પઇલાઇન શરૂ કરવી.
 • કાયમી ટકી રહે તેવી વ્યંવસ્થા ઉભી કર્યા પછી જ પેરેન્ટગ હેલ્પરલાઇન ચાલુ કરવી.

P4P દ્વારા ચાઇલ્ડસ લાઇન ચલાવવી.

 • બાળકો માટેની હેલ્પ લાઇન ( 1098 ) NGO દ્વારા ચલાવવામાં આવે છે.
 • P4P NGO નથી માટે તે આ હેલ્પમલાઇન ન લઇ શકે.
 • પણ P4P સાથે જોડાએલ NGO આવી હેલ્પેલાઇન મેળવે, અસરકારક રીતે ચલાવે.
 • આવુ કરવાનો હેતુ એ છે હાલમાં જે સંસ્થાeઓ ચાઇલ્ડલ લાઇન ચલાવે છે તે મહદ્અંશે પ્રતિક્રિયાત્મ ક ( reactive ) હેલ્પા લાઇન છે.
 • બાળક દ્વારા મદદની માગણી કરવામાં આવે ત્યાથરે પહોંચી જાય છે પણ બાળ અધિકારોની જાગૃતિનું કામ કરી સામે ચાલીને (Proactively) પોતાનુ કામ વધારી બાળકોને સારુ બાળપણ આપવાનું કામ નહિવત કરે છે. દા.ત. શાળાઓમાં અને ઘરોમાં બાળકો સાથે થતી હિંસાએ સ્વી કૃતિનું સ્થા ન લીધુ છે.
 • P4P આ વાતાવરણ બદલવા માગે છે.
 • P4P ચાઇલ્ડવ લાઇન ચલાવે તો આ કામ સક્રિયતાથી કરી શકે.
 • ચાઇલ્ડ લાઇન દ્વારા જ પેરેન્ટ કાઉન્સેકલીંગનું કામ કરી શકાય.
 • છતાં પણ માબાપ માટેની અલગ હેલ્પરલાઇનની જરૂરિયાત જણાય તો
 • ચાઇલ્ડણ લાઇન સફળતાપૂર્વક અસરકારક રીતે ચલાવ્યાસ બાદ માબાપ માટેની હેલ્પયલાઇન P4P શરુ કરી શકે.

P4P ખોજ / સંશોધન

 • કોલેજ યુનિવર્સિટી સાથે સંલગ્ન થઇ આ વિષયને લગતા પ્રોજેક્ટ લેવા.

P4P લાઇબ્રેરી

 • બાળ ઉછેરની લગતુ સાહિત્ય–પુસ્તકો, સી.ડી., ફિલ્મ આદિ એક જગ્યાએ ઉપલબ્ધ કરવુ.
 • અનુકૂળતા મુજબ P4P આવી લાઇબ્રે

P4P ધ્યાન વિપશ્યના

 • ભગવાન બુદ્ધે ૨૫૦૦ વર્ષ પૂર્વે પુનજીર્વિત કરેલી ધ્યાન પધ્ધતિ છે.
 • વિપશ્યના ધ્યાનનું પ્રથમ પગથિયુ આનાપાન ધ્યાન છે.
 • આનાપાન ( આન + અપાન ) એટલે કે નાકમાથી આવતા અને જતા શ્વાસ પ્રત્યે સજગ (જાગૃત) થવુ.
 • આંખો બંધ કરી જોવુ (અનુભવવુ) કે શ્વાસ કયા નસકોરા (ડાબા કે જમણા કે બંન્ને) માંથી આવે-જાય છે.
 • આ ધ્યાન કરવાથી મન શાંત થાય છે
 • બાળકો દરરોજ ૫ – ૧૦ મિનિટ આનાપાન કરે તો,
  1. મનનુ ભટકવુ ઓછુ થાય છે
  2. એકાગ્રતા વધે છે
  3. મન શાંત થાય છે.
  4. પ્રતિક્રિયા (ચિડાઇ જવુ, રડી પડ્વુ, ગુસ્સે થવુ, મનમાં સમસમી જવુ) ઓછુ થાય છે.
  5. ખાસ કરીને તરુણો ( ટીનએજ બાળકો ) માં ખૂબ જ ફાયદો થાય છે.
  6. આ ઉમર ભણવાની ઉમર છે પણ આ જ ઉમરમાં બાળક માતાપિતા સાથે સંઘર્ષમાં ઉતરે છે. મિત્રોના વર્તન વ્યવહારથી ડીસ્ટર્બ થઇ જાય છે. ટીવી, મોબાઇલ મિડીયાનો આડેધડ ઉપયોગ કરે છે. જેની તેના અભ્યાસ તથા ભવિષ્ય પર ખૂબ જ વિપરિત અસર પડવાની સંભાવના રહે છે.
  7. આનાપાન ધ્યાન આના પર લગામ લગાડે છે
  8. માતાપિતા સાથેનો સંઘર્ષ ઘટે છે. સંબંધો સુધરે છે. બાળક સાથે મા-બાપ દ્રારા હિંસા / ગેરવર્તન થવાની શક્યતા ઘટે છે.
  9. ઘરમાં શાંતિ વધે છે.
  10. પરોક્ષ રીતે P4P નું કામ થાય છે.
  11. એવા દાખલાઓ છે જ્યા આનાપાનને કારણે શાળાનુ બોર્ડ પરીક્ષાનું પરિણામ ૪૦ ટકાથી સુધરી ૧૦૦ ટકા સુધી પહોચ્યુ હોય.
  12. મહારાષ્ટ્રની દરેક શાળામા પ્રાર્થના સમયે આનાપાન ધ્યાન કરાવવામા આવે છે.

વિપશ્યના :

 • વિપશ્યના એટલે વિશેષ રીતે જોવુ.
 • વિપશ્યના ધ્યાનની ૧૦ દિવસની શિબિરમાં ૩ દિવસ આનાપાન ધ્યાન કરવાનુ હોય
 • જેના કારણે શરીર ઉપર થઇ રહેલ સુક્ષ્મ સંવેદનાઓ (ખુજલી, દુખાવો, ઠંડુ લાગવુ, ભીનુ, ગરમ, ધ્રુજન કંપન ) અનુભવાય છે.
 • સામાન્ય રીતે આપણે અનુભવતા નથી તેવી સુક્ષ્મ સંવેદનાઓ આ જાગૃતિને કારણે અનુભવાય છે.
 • આપણા શરીરમાં આંખ, કાન, નાક, ત્વચા, જીભ દ્વારા ઇન્પુટ શરીરમાં જાય છે.
 • મન તેનુ પૃથ્થકરણ કરે છે.
 • સારુ હોય તો શરીર પર ગમતી સંવેદના થાય છે અને અર્ધજાગૃત મન આવી સંવેદનાઓ વધુ આવે એવી કામના (રાગ) કરે છે.
 • અણગમતી સંવેદનાઓ જાગે તો મન તે ન આવે તેવી કામના (દ્વેષ) કરે છે.
  દા.ત. કાનના દરવાજા પર કોયલનો ટહુકો પડે છે.
 • મગજ તેનુ પૃથ્થકરણ કરે છે.
 • શરીર ઉપર ગમતી સંવેદનાઓ જાગે છે.
 • મન તેમની કામના કરે છે (રાગ) આ પ્રતિક્રિયા થઇ
 • કાનના દરવાજા ઉપર ગાળ પડે છે.
 • મગજ તેનુ પૃથ્થકરણ કરે છે.
 • શરીર ઉપર અણગમતી સંવેદના જાગે છે.
 • અર્ધજાગૃત મન તેને માટે દ્વેષ કરે છે. – અને આપણે ગુસ્સો કરવો, સામેવાળાને ગાળ બોલવી, કંઇ બોલવુ નહિ પણ અંદરથી સમસમી જવુ જેવી પ્રતિક્રિયા કરીએ.
 • આમ આપણે સમગ્ર વ્યવહાર સંવેદનાઓ પ્રત્યેના રાગ અને દ્વેષમાંથી જન્મતી પ્રતિક્રિયાઓથી ચાલે છે.
 • પ્રતિક્રિયા આપણને પજવે છે, પીડે છે ભવિષ્યના કર્મો ઉભા કરે તે .
 • ભવિષ્ય, આવતા જનમને બાજુ પર મૂકીએ તો પણ રોજેરોજની પ્રતિક્રિયા આપણને પીડે છે સંબંધ બગાડે છે મનોસંઘર્ષ જન્માવે છે.
 • વિપશ્યના એટલે વિશેષરૂપે જોવુ
 • અત્યાર સુધી આપણે દરેક સંવેદનાને ભોગવતા હતા – કેટલાકનો રાગ કરીને તો કેટલીક નો દ્વેષ કરીને – ખુજલી ખણીને, દુ:ખી થઇને, દુ:ખદ સંવેદનાની ટીકા કરી (અરેરે…. આ દુ:ખ મને બહુ પીડે છે તેવો ભાવ જન્માવી) અને સુખદ સંવેદના (દા.ત. મિઠાઇના સ્વાદ કે પ્રશંસાના શબ્દો) ને માણીને આપણે ભોગવતા.
 • આમ સંવેદના પ્રત્યે સમતા રાખવાનો મહાવરો સાત દિવસ સુધી કરવામાં આવે છે.
 • ૧૦ દિવસની શિબિરમાં ૩ દિવસના આનાપાન પછી વિપશ્યના ( વિશેષ રૂપે જોવુ ) શરૂ થાય છે.
 • માથાથી પગ સુધી અને પગથી માથા સુધી શરીરના નાના-નાના ભાગ પર મનથી નજર કરતા જવાની અને સંવેદનાને માત્ર જોવાની, ભોગવવાની નહિ તે સારી છે કે ખરાબ તેવા ભાવ વિના માત્ર જોવાની
 • હવે કોઇ ગાળ બોલે કે પ્રશંસાના શબ્દો બોલે ત્યારે અર્ધજાગ્રત મન પ્રતિક્રિયા કરવાને બદલે તેના પ્રત્યે સમતા રાખે છે. પ્રતિક્રિયા કરતુ નથી. પ્રતિક્રિયાથી સંપૂર્ણ મુક્ત ન થવાય તો પણ પ્રતિક્રિયા મંદ પડે છે.
 • અર્ધજાગ્રત મન માત્ર અનુભવની ભાષા સમજે.
 • માથાથી પગ અને પગથી માથા સુધી સંવેદના જોવાની યાત્રા દરમિયાન અર્ધજાગ્રત મન અનુભવે છે કે કોઇ સંવેદના કાયમી હોતી નથી. વહેલા મોડી અદ્રશ્ય થઇ જાય છે. ખુજલી આવે છે, જોત જોતામાં અદ્રશ્ય થઇ જાય છે.
 • મન કેળવાય છે કે પાંચ ઇન્દ્રીયોથી આવતા ઇન્પુટ થી જન્મતી સંવેદના કાયમી નથી. વહેલી મોડી જતી રહેવાની નથી. તો તેનો રાગ-દ્વેષ શો ? તેને માટે શુ કામ પ્રતિક્રિયા કરી દુ:ખી થવાનુ
 • આ બધુ કહેવાથી કે વિચારવાથી થતુ નથી કારણ કે અર્ધજાગ્રત મન તે ભાષાને સમજતુ નથી. આ તો આપોઆપ થાય છે, અનુભવથી.
 • મન આપોઆપ શાંત થાય છે.
 • ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવનારા કહે છે કે સ્ટીમુલી અને રીસ્પોન્સ વચ્ચે નાનકડો પોઝ લો તો (Stimuli pause Response) emotionally intelligent વ્યવહાર કર્યો ગણાશે . પ્રતિક્રિયા નહિ થાય સંબંધો નહિ બગડે.
 • પણ આ pause લાવવો ક્યાથી ?
 • વિપશ્યના આ પોઝ આપે છે – પ્રતિક્રિયા ઘટે છે.
 • માતા-પિતા તથા શિક્ષકો વિપશ્યના કરે તો આપોઆપ શાંત થાય. બાળકો સાથે વ્યવહાર સુધરે – બાળહિંસા ન આચરે જેથી ભવિષ્યના શાંત નાગરીકો પેદા થાય.

પ્રવૃતિ :

 • P4P ટીમો બાળકોને આનાપાન કરાવે.
 • માતાપિતા – શિક્ષકો માટે વિપશ્યના પરિચય ગોઠવે
 • જાતે વિપશ્યના શિબિર કરી જાત અનુભવ કરે
 • આનાપાનને કારણે બાળકોમા આવતા બદલાવને કારણે માબાપ વિપશ્યના તરફ વળે તેવુ બને.
 • દરેક જગ્યાએ વિપશ્યનાના મિત્રો આવી બાળ આનાપાન કરાવશે. વિપશ્યના પરિચય ગોઠવશે.
 • રાજકોટ : 0281-2220861,2782550
 • બાડા (કચ્છ): 0283-4273303,273304
 • ધોળકા : 9426419397,271429469
 • મોગર : 0265-2341323
 • ધર્મજ : 253315
 • મહેસાણા : 0276-2254634,253315
 • નવસારી : 02637291100

કોઇનો સંપર્ક ન થાય તો શ્રી નરેન્દ્રભાઇ 9825162226

દક્ષિણ ગુજરાતમાં આ પ્રવૃતિ માટે નરેન્દ્રભાઇનો સીધો સંપર્ક કરી શકાય.

સ્વવયંસંચાલિત વ્યવવસ્થાેઓ

 • P4P શાળા, શિક્ષક, વાલી, વાલી મંડળ, મહિલા મંડળ નો હેતુ એવી સ્વયંચાલિત વ્યવવસ્થાળઓ ઉભી કરવાનો છે જેથી P4P પ્રવૃતિઓ આપોઆપ થતી જાય.
 • સ્વા મી નારાયણ ધર્મ, સ્વા ધ્યાજય પરિવાર, ગાયત્રી પરિવાર આદિ સંગઠનોમાં આવી સ્વવયંસંચાલિત વ્ય્વસ્થાવઓ છે. ગુજરાત સરકારનો સ્વાગત online તે આવી બીજી વ્યવસ્થા છે જેમાં લોકોના પ્રશ્નો સાંભળવાનું આપોઆપ થઇ જાય.

P 4 P શાળા

અમારા વિદ્યાર્થીઓ અમારા બાળકો છે, અમને ખૂબ વહાલાં છે અને અમે તેમને સારામાં સારી રીતે કેળવવા માંગીએ છીએ તેથી :

 1. બાળકોને શારીરિક શિક્ષા નહિ કરવામાં આવે તેવી અમે શિક્ષકો સાથે મળી પ્રતિજ્ઞા લઇશુ.
 2. બાળકો સાથે સુક્ષ્મ (માનસિક) હિંસા નહિ કરવામાં આવે તેવી પ્રતિજ્ઞા અમે શિક્ષકો સાથે મળી લઇશુ.
 3. (સુક્ષ્મ હિંસા એટલે બાળકોને શબ્દોાથી અપમાનિત કરવું; બાળકોને ઉભા રાખવા, અંગુઠા પકડાવવા જેવી શિક્ષા, બાળકની બીજા સાથે તુલના ઇત્યાાદી, જેથી તે બીજા બાળકો વચ્ચેવ અપમાનિત થાય)
 4. બાળકોને શારીરિક શિક્ષા નહિ કરવામાં આવે તથા તેઓને અપમાનિત નહિ કરવામાં આવે તેવી જાહેરાત દર ત્રણ મહિને પ્રાર્થના વખતે કરીશુ.
 5. જો કોઇ શિક્ષકથી આ નિયમ તૂટશે તો તેનો બચાવ નહિ કરે અને બાળકને સોરી કહેશે. ભવિષ્યવમાં આવુ ન કરવાની ખાતરી આપશે.
 6. વાલીઓને દર મહિને એક કલાકની તાલીમ આપીશુ. દર મહિને શકય ન હોય તો દર બે મહિને બે કલાકની તાલીમ આપશુ, વરસમાં ૧ર કલાકની તાલીમ આપીશુ. તાલીમમાં માતા-પિતા પાસે પ્રતિજ્ઞા લેવડાવીશુ કે તેઓ :
  • બાળકને શારીરિક શિક્ષા નહી કરે, સાથે માનસિક હિંસા નહિ આચરે.
  • બાળકને અપમાનિત નહિ કરે,
  • બાળક સાથે દર પંદર દિવસે તેની વાત કરશે,
  • ભૂલ કરી બેસશે ત્યાદરે માફી માગશે અને તેવું ભવિષ્યામાં નહિ કરવાની ખાતરી આપશે.
 7. દરેક શિક્ષક વરસમાં બાળઉછેરને લગતાં ઓછામાં ઓછા બે પુસ્તનકો વાંચશે.
 8. વર્ગના ઓછામા ઓછા ૧૦ ટકા બાળકોમાંથી વાંચન-લેખન-ગણન સિવાયની પ્રતિભા શોધી કાઢી તે અંગે બાળક અને વાલી સાથે વાત કરશે. તેઓની આ પ્રવૃત્તિઓને પ્રોત્સાીહિત કરશે.
 9. શાળામાં ભણતરમાં પડતી તકલીફો ( learning disability ) ની સમજ માટેની બે કલાકની તાલીમ ગોઠવીશુ. જેમાં દરેક શિક્ષક તથા અભ્યાgસમાં ‘નબળાં’ બાળકોનાં માતાપિતા ભાગ લેશે.
 10. શિક્ષક વર્ષમાં ઓછામાં ઓછી એક વાર પોતાના વર્ગના દરેક બાળકના ઘરની મુલાકાત લેશે અને માતાપિતા સાથે વાત કરશે.
 11. દરેક શિક્ષક વર્ષમાં પાંચ વાલીઓને વ્યરસન મુકત કરવાનો સનિષ્ઠ પ્રયાસ કરશે.
 12. This chart will be displayed in the school so that it is visible to all.
 13. આ નિયમોનો ચાર્ટ શાળામાં લગાવશે.

નોંધ : ‘બાળક’ શબ્દલમાં શિક્ષકનાં પોતાનાં બાળકોનો સમાવેશ થઇ જાય છે.

P4P શિક્ષક

મારા વિદ્યાર્થીઓ મારા બાળકો છે, મને ખૂબ વહાલાં છે અને હું તેને સારામાં સારી રીતે કેળવવા માંગુ છું તેથી:

 1. હું મારા બાળકો, વિદ્યાર્થીઓને કદી શારીરિક શિક્ષા નહીં કરું. આ પ્રતિજ્ઞા હું મારા જીવનસાથી, પરિવાર અને મિત્રો સમક્ષ પણ ફરીને જાહેર કરીશ.
 2. બાળકો સાથે માનસિક હિંસા પણ કદી નહીં કરું. માનસિક હિંસા એટલે કે એમને શબ્દોથી અપમાનિત કરવા, બીજા બાળકો સાથે સરખામણી કરીને અપમાનિત કરવા, અંગુઠા પકડાવવા, ઊભા રાખવા, વર્ગની બહાર કાઢવા જેવી કોઇ પણ શિક્ષા નહીં કરું.
 3. બાળકોને શારીરિક કે માનસિક હિંસા નહીં કરું, તેમને અપમાનિત નહીં કરું તેવી મેં લીધેલી પ્રતિજ્ઞાની જાહેરાત ઘરમાં અને શાળાની પ્રાર્થનામાં દર ત્રણ મહિને કરીશ.
 4. જો મારાથી આ નિયમ તૂટી જાય કે ભૂલ થાય તો એનો બચાવ નહીં કરું પરંતુ બાળકની માફી માંગીશ અને ફરી આવું નહીં થાય તેની ખાતરી આપીશ.
 5. વાલીને આ અંગે દર મહિને એક કલાકની અથવા દર બે મહિને બે કલાકની તાલીમ મળે એવું કરીશ અને વાલીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવીશ કે તેઓ :
  • બાળકને શારીરિક શિક્ષા નહીં કરે.
  • બાળકને માનસિક હિંસા નહીં કરે. તેને અપમાનિત નહીં કરે.
  • બાળક સાથે દર પંદર દિવસે આ અંગે વાત કરશે.
  • ભૂલ કરી બેસે ત્યારે બાળકની માફી માંગશે અને ભવિષ્યમાં આવું નહીં થાય
   તેની ખાતરી આપશે.
 6. વરસમાં બાળઉછેર અંગેના ઓછામાં ઓછા બે પુસ્તકો વાંચીશ.
 7. વરસમાં ઓછામાં ઓછા દસ ટ્ટકા બાળકોમાંથી તેની વાંચન, લેખન, ગણન સિવાયની પ્રતિભા ઓળખી તે અંગે બાળક અને વાલી સાથે વાત કરીશ અને આ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરીશ.
 8. શાળામાં ભણતરમાં પડતી તકલીફો ( learning disability ) ની સમજ માટેની બે કલાકની તાલીમ ગોઠવીશું જેમાં અભ્યાસમાં ‘નબળા’ લાગતા બાળકોના માતાપિતા અને દરેક શિક્ષકો ભાગ લેશે. P4P દ્વારા આ અંગે મોડ્યુલ પૂરું પાડવામાં આવશે. કોઇ એક શિક્ષક આ અંગે તાલીમ આપશે.
 9. હું મારા વર્ગના દરેક બાળકના ઘરની વર્ષમાં ઓછામાં ઓછી એકવાર મુલાકાત લઇશ અને તેના માતાપિતા સાથે વાત કરીશ.
 10. હું અને દરેક શિક્ષક વર્ષમાં ઓછામાં ઓછા પાંચ વાલીઓને વ્યસન મુક્ત કરાવવા સાચા દિલથી પ્રયત્ન કરીશ.
 11. ‘બાળક’ શબ્દમાં મારા પોતાનાં બાળકો પણ આવી જાય છે.
 12. આ નિયમોનો ચાર્ટ શાળામાં લગાવવામાં આવશે.

P4P મા-બાપ

મારું બાળક મને ખૂબ વહાલું છે અને હું તેનો સારામાં સારો ઉછેર કરવા માંગુ છું તેથી :

 1. હું મારા બાળકોને કદી શારીરિક શિક્ષા એટલે કે મારીશ નહીં.
 2. મારા બાળકની સાથે માનસિક હિંસા પણ કદી નહીં કરું. તેને શબ્દોથી અપમાનિત નહીં કરું. માનસિક હિંસા એટલે તેને અંગૂઠા પકડાવવા કે બીજા સાથે સરખામણી કરીને ઉતારી પાડવું, તેને રૂમમાં કે બાથરૂમમાં પૂરી દેવું કે જમવાનું નહીં દેવું કે આવી કોઇ પણ પ્રકારની હિંસા તેની સાથે નહીં કરું.
 3. બાળકની સાથે શારીરિક કે માનસિક હિંસા નહીં કરું તેવી વાત ઘરમાં તથા શાળામાં દર પંદર દિવસે કરીશ.
 4. જો મારાથી નિયમ તૂટી જશે અને ભૂલ થશે તો ભૂલનો બચાવ નહીં કરું પરંતુ બાળકની માફી માગીશ અને ફરીવાર આવું નહીં થાય તેની ખાતરી આપીશ.
 5. બાળઉછેર અંગેની વરસમાં 6 કલાક તાલીમ લઇશ.
 6. વરસમાં બાળઉછેરને લગતાં ઓછામાં ઓછા બે પુસ્તકો વાંચીશ.
 7. મારા બાળકની પ્રતિભા, આવડત ઓળખી તે અંગે શિક્ષક સાથે વાત કરીશ અને તે પ્રવૃતિ કરવા તેને પ્રોત્સાહિત કરીશ.
 8. વરસમાં ઓછામાં ઓછું છ વાર શિક્ષકને મળીશ.
 9. કોઇપણ પ્રકારનું વ્યસન હશે તો બાળકના હિત માટે એ છોડી દઇશ.
 10. દર ત્રણ મહિનામાં એકવાર બાળકની પસંદગીનું પુસ્તક બાળક પાસે વાંચીશ અથવા બાળક વાંચશે અને હું સાંભળીશ.
 11. મારું બાળક જેવું છે તેવું સ્વીકારીશ અને દર મહિને ઘરમાં એકવાર મીટિંગ રાખીને ઘરના બધા સભ્યોની હાજરીમાં એની સારી બાબતોની, એની આવડતની, એના ગુણોની વાત કરીશ.
 12. અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર બાળક સાથે તેની ઇચ્છા પ્રમાણે રમીશ.
 13. મહિનામાં ચાર વાર બાળકની સાથે ચાલવા જઇશ અને તેને ગમતી પ્રવૃતિ કરીશ.
 14. હું P4P મા/બાપ બનીશ અને દર મહિને બીજા પાંચ મા-બાપને P4P મા-બાપ બનવા પ્રોત્સાહિત કરીશ.
 15. આ નિયમોનો ચાર્ટ ઘરમાં લગાવીશ.

Support Structure

 • વ્યક્તિ પોતાને માપી શકે ( ISO 9000) ની જેમ તેવુ માળખુ બનાવવુ.
 • આ લોકો ટકી શકે તે માટે તેઓને ખાતરપાણી મળે (Nurturing activities) નક્કી કરવી દા.ત. P4P શિક્ષકોનુ સંમેલન, P4P વાલીઓનુ સંમેલન વિગેરે
 • (અમીબેન, ગીરીશભાઇ, ભરતભાઇ ની ટીમ )

P4P મહિલા મંડળ

 • મહિલા મંડળ અન્ય પ્રશ્નોની ચર્ચા / પ્રવૃતિઓ કરતા હોય છે P4P મહિલા મંડળ બાળઉછેરને લગતી પ્રવૃતિઓ કરશે.
 • પોતાની બાળઉછેરને લગતી ક્ષમતા વધારશે
 • મહિને એકવાર ( દા.ત. ચોથા ગુરૂવારે રાત્રે નવ વાગ્યે) મળશે.

P4P વાલી મંડળ

 • આમાં માતા-પિતા બન્ને સામેલ થશે.
 • પોતાની બાળ ઉછેરની ક્ષમતા વધારવાની પ્રવૃતિઓ કરશે.

P4P વ્યવસ્થા

P4P માળખુ ( ફરજો અને જવાબદારીઓ )

 • ટાઉન / શહેર /ગામ / વિસ્તારની ટીમ
 • સર્વ સંમતિથી પસંદ કરેલા સંગઠક (coordinate ) સહસંગઠક (co-ordinator)
 • સંગઠક અને સહસંગઠક દ્વારા જ કેન્દ્રના લેટર હેડનો ઉપયોગ થઇ શકે અને તેમના દ્વારા જ સહી થઇ શકે.
 • લેટરહેડનો દૂરઉપયોગ ન થાય તેની જવાબદારી બંન્નેની
 • વ્યક્તિગત કે સંસ્થાનું વિજીટીંગ કાર્ડ છપાવવાનુ નથી.
 • વ્યક્તિના અંગત વિજીટીંગ કાર્ડમાં P4P નો ઉપયોગ કરવાનો નથી.

P4P કોમ્યુનિકેશન

P4P What’s app groups

(i) કોમ્યુનિકેશન ગૃપ

દા.ત. P4P Dharampur Communication Group

 • માત્ર કામના સંદેશાઓની આપ-લે માટે
 • તે સિવાય કોઇ મેસેજ મોકલવા નહિ.
 • Inspiration Group

  દા.ત. P4P Dharmpur Inspiration Group

 • માત્ર પેરેન્ટીંગને લગતા પ્રેરણાત્મક સંદેશાઓ મોકલી શકાય
 • અન્ય પ્રકારના પ્રેરણાત્મક સંદેશાઓને અહીંયાં સ્થાન નથી.
 • પોતાની, પોતાના વ્યવસાયની કે તેઓ જે મુદ્દા / વિચારસરણી કે તેનામાં માનતા હોય કે તેનો વિરોધ કરતા હોય તેના વિચારો વ્યક્ત કરવા આ ગ્રૃપ હરગીઝ નથી.
 • Email communication:

  દા.ત. P4Pdharampur@gmail.com

  ગુગલ ગૃપ P4Pdharampur@googlegroup.com નો ઉપયોગ કરી શકાય. તેનાથી એક સાથે આખા ગ્રૃપને મેસેજ મોકલી શકાય.

 • તેની જવાબદારી એક બે જ લોકોને સોંપવી પાસવર્ડ ગુપ્ત રાખવો. જેથી ગમે તે વ્યક્તિ ગમે તે ચીજ ન લખે.

P4P ઑફીસ

મુખ્ય કામો:

 • પત્ર વ્યવહાર
 • ઇ-મેઇલ વ્યવહાર
 • ન્યુઝ લેટર બનાવવું
 • લોકોનો સંપર્ક કરવો
 • જુદાજુદા લોકો પોતાના સ્થળે / સમયે આ કામ સ્વૈચ્છિક રીતે કરી ઓફિસ ચલાવે છે – હરતી ફરતી ઓફિસ

P4P દસ્તા વેજીકરણ અને રીપોર્ટીંગ

P4P મુખ પત્ર

 • ટીમોને માર્ગદર્શન માટે
 • એક ટીમનુ કામ બીજી ટીમો માટે પ્રેરણારૂપ બને.
 • પ્રવૃત્તિઓથી પ્રેરાઇ બીજા લોકો જોડાય
 • આપણે કરેલ કામનો કાયમી ઉપલબ્ધધ થાય તેવો દસ્તા્વેજ બને. જે ભવિષ્યેમાં ગમે ત્યાઆરે ઉપલબ્ધમ થાય.

માસિક અહેવાલ

 • દરેક માસિક અહેવાલ ગુજરાતી તથા અંગ્રેજીમાં મોડામાં મોડા તે પછીના મહિનાની પ તારીખ સુધીમાં મોકલી આપવા જેથી તેનો મુખપત્રમાં સમાવેશ કરી શકાય.
 • P4P ઓફિસ દ્વારા જાતે રીપોર્ટ તૈયાર કરી ગુજરાતીમાં કે અંગ્રેજીમાં અનુવાદ કરી મુખપત્રમાં સામેલ કરવો શકય નથી.
 • તમે કામ કરશો અને અહેવાલ ન મળવાને કારણે મુખપત્રમાં સામેલ નહિ થવાથી તમારા ટીમના સભ્યોઅને બીજી ટીમોને પ્રોત્સારહન કરવાની તથા અભિયાનનો વિસ્તા ર કરવાની તક આપણે ચૂકી જઇશું.
 • આપણા કામની માહિતી માસવાર ત્રિમાસિક અર્ધવાર્ષિક કે વાર્ષિક આંકડાકીય માહિતી ઉપલબ્ધણ રહે તે માટે દરેક કાર્યક્રમની માહિતી દર મહિનાની પાંચમી તારીખે ( તેની પૂર્વેના માસની ) અવશ્યર મોકલી આપવી.
અ.નં તારીખ સમય કાર્યક્રમનું સ્થ્ળ ગમ/ શહેરનું નામ વકતાનું નામ શ્રોતાઓનો પ્રકાર રીમાકર્સ
માબાપ શિક્ષકો અન્યષ

વ્યાખ્યાનોનુ રેકોર્ડીગ

 • મહત્વના વિષયો, અસરકારક વકતાઓ અને સારી સાઉન્ડ સીસ્ટમની અનુકૂળતા હોય ત્યારે વ્યાખ્યાનો ઓડીયો/ વીડીયો રેકોર્ડીગ કરવુ.
 • ઓડિયો રેકોર્ડીગની ઉપયોગિતા વિડીયો કરતા વધારે છે કારણ કે વ્યક્તિ ગમે ત્યા હરતા ફરતાં / કામ કરતા/ મુસાફરી કરતાં સાંભળી શકાય.
 • વીડીયો રેકોર્ડીગમાંથી ઓડિયો સરળતાથી અલગ થઇ શકે છે.
 • ઓડિયો રેકોર્ડીગ વધારે આસાન છે. મોબાઇલમાં પણ રેકોર્ડીગ થઇ શકે છે.
 • આ સાહિત્ય Web site / tabe ઉપર અપલોડ કરવાથી લોકોના ઉપયોગમાં આવી શકે.

P4P સ્કીટ્નું રેકોર્ડીંગ

 • સ્કીસટ બહુ ઓછા સમયમાં અસરકારક રીતે આપણો સંદેશો પહોચાડે છે.
 • સારી સ્કી્ટનું શકય હોય તો બે કેમેરાથી વિડીયો રેકોર્ડીગ કરવુ.
 • વૈભવ- વિરાજે P4P પરિચયની ૧પ મીનિટની સ્કીયટ તૈયાર કરી રેકોર્ડ કરાવવી.

P4P ભૂમિકાઓ

 1. Coordinator (સંયોજક)
  • નેતૃત્વ
  • દિશાસૂચન
  • માર્ગદર્શન
  • બધાને જોડી રાખવુ
  • આદરણીય વ્યક્તિ
 2. Co-Cordinator (સહસંયોજક)
  • Same as coordinator
 3. Trainer ( સહસંયોજક )
 4. Trainers team (પ્રશિક્ષકોની ટીમ)
  • ઓછામાં ઓછા 5 પ્રશિક્ષકો
  • સભ્યોની આંતરીક તાલીમ કરવી
  • વાલીઓ / શિક્ષકોને તાલીમ આપવી
 5. Training Material Development Team:
  • ઓછામા ઓછા બે વ્યક્તિ
  • નવુ તાલિમ સાહિત્ય તૈયાર કરવુ
  • સભ્યો દ્વારા તૈયાર કરેલ સાહિત્ય ટીમના બધા સભ્યોને, અન્ય ટીમોને ઉપલબ્ધ કરાવવુ.
  • સુરત કોર ટીમ દ્વારા તૈયાર થયેલ સાહિત્ય મેળવવુ, ટીમના સભ્યોને આપવુ.
 6. Reporting and communication:
  • What’s app ગૃપના એડમિનીસ્ટ્રેટર ટરીકે કામ કરવુ.
  • ટીમના ઇમેલ એડ્રસ બનાવવુ, પત્રવ્યવહાર કરવો
  • કોર ટીમમાંથી આવેલ સૂચનાઓ સૌને પહોંચાડવી.
  • માસીક મુખપત્રના તંત્રી લેખની મુખ્ય બાબતો What’s app / Email ના માધ્યમથી સૌને પહોચાડવી
  • માસિક મુખપત્રનો તંત્રી લેખ તે પછીના મીટીંગમાં વાંચી સંભળાવવો.
  • P4Pbhavnagar@gmail.com
  • માસિક અહેવાલ તૈયાર કરી મોકલવા
 7. મીડીયા રીલેશન
  • મીડીયા સાથે સંબંધો
 8. પબ્લીક રીલેશન / Expansion
  • P4P પ્રચાર – પ્રસાર
  • સંસ્થાઓનો સંપર્ક કરી P4P કાર્યક્રમોનુ આયોજન કરવુ.
  • ટીમમાં નવા સભ્યો ઉમેરાય તે માટે સંસ્થાઓનો સંપર્ક કરી કાર્યક્રમો કરવા.
  • સામાજીક રીતે સક્રિય લોકોને ટીમમાં જોડાવા આમંત્રણ આપવુ / જોડવા.
  • આજુબાજુના વિસ્તારમાં નવી ટીમો ઉભી કરવી.
 9. Support and monitoring:
  • ટીમના સભ્યોને ટેકો આપવો.
  • તેમણે કરેલ કામથી તેઓને વાકેફ ( acknowledgement ) કરવા.
  • ટીમના સભ્યોએ આપેલ વચન મુજબનુ કામ તેઓ પરિપૂર્ણ કરી શકે તેમ માટે યાદ દેવડાવવુ / તેમને મદદ કરવી.
  • સભ્યોની ક્ષમતાઓ જાણી તેઓને તેનાથી વાકેફ કરવા જેથી તેઓ ક્ષમતા મુજબ મોટા કામ આદરી શકે.
 10. સ્કીટ ટીમ
  • સ્કીટ કરવી
  • સ્કીટના વર્કશોપ ગોઠવવા
  • સ્કીટ કરે તેવા લોકો શોધી કાઢી P4P સાથે જોડવા
 11. ડીઝાઇન ટીમ
  • સાહિત્યની ડીઝાઇન તૈયાર કરવી
  • એકસુત્રતા જળવાય તે સારૂ સુરત કોર ટીમ પાસેથી મંજુર કરાવી લેવી
  • ડીઝાઇન સુરત કોર ટીમને મોકલી આપવી જેથી તે બધી જ ટીમોને ઉપલબ્ધ થાય.
 12. ટેકનોલોજી ટીમ
  • P4P ના સર્વ હેતુઓ સિધ્ધ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો
  • P4P ના પ્રચાર – પ્રસાર માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા બાબત પબ્લીક રીલેશન ટીમને સહાયભૂત થવુ.
 13. Volunteer Development સ્વયં સેવકોનો વિકાસ
  • સ્વયંસેવકોના વિકાસ માટે વિવિધ તાલીમોનુ આયોજન કરવુ
  • તે માટે સૂચનો કરવા
  • અન્ય જગ્યાએ ઉપલબ્ધ તાલીમો થી સૌને વાકેફ કરવા.

કાર્યકરોનું ક્ષમતાવર્ધન

ટ્રેનર્સ ટ્રેનિંગ:

 • P4P માં કામ કરતા લોકોની ક્ષમતા વધારવા તેઓની TOT (Training of Trainers) ગોઠવવી જોઇએ.
 • એક અથવા બે દિવસનો તાલીમ કાર્યક્રમ ગોઠવી શકાય
 • એક દિવસમાં ૬ થી ૮ વિષયો આવરી લેવાય.

તાલીમના વિષયો

 • કુટુંબ વ્યવસ્થાની બાળક પર અસર
 • કેફી દ્રવ્યો નુ સેવન
 • કેફી દ્રવ્યો નુ સેવન
 • જાતીય શિક્ષણ
 • તણાવ મુક્તિના ઉપાયો
 • તરૂણોનો ઉછેર- માર્ગદર્શન
 • બાળ વર્તન ઘડતર
 • બાળઉછેર દ્વારા સુક્ષ્મ હિંસા નિવારણ
 • બાળઉછેર ની પધ્ધતી
 • બાળક જોડે ગાળેલો સમય
 • બાળકો સાથે સંવાદ
 • બાળકોના ખોરાક અંગે
 • મિડીયાની બાળકો પર અસર
 • મૂલ્યો
 • શાંતી માટે બાળ ઉછેર
 • શિસ્ત
 • સર્વાગી વિકાસ – શ્રેષ્ઠન વિકાસ

કોના માટે આવી તાલીમ ગોઠવવી ?

 • P4P ટીમના સભ્યોલ માટે
 • ટીમમાં જોડાવા માંગતા લોકો માટે
 • તાલીમ આપવાથી ટીમમાં જોડાવાની સંભાવના ઉભી થાય તેમ હોય તેવા લોકો માટે.
 • ટીમમાં ન જોડાય પણ પોતાની શાળા/ સંસ્થાેમાં શિક્ષકો વાલીઓની તાલીમ કરવા ઇચ્છાી ધરાવતા હોય તેવા લોકો માટે
 • પ્રશિક્ષક તરીકે કામ કરતા લોકો કે જેઓ પોતાના સમય પૈકી કેટલોક સમય વિના મૂલ્યેર P4Pની તાલીમ આપવા માગતા હોય.

Note :- નોંધ : P4P ની તાલીમ પ્રવૃત્તિઓ વિના મૂલ્યેત કરવામાં આવે છે. જેથી ટ્રેનર્સની તાલીમની પણ કોઇ ફી લેવાની રહેશે નહિ. પણ ચા-પાણી, નાસ્તોા, ભોજનનો થયો હોય તેટલો જ ખર્ચ લઇ શકાય. કોઇ સંસ્થા નો હોલ ઉપયોગમાં લેવો તેનો ખર્ચ ન કરવો.

વૈભવ પરીખ : 9099010677

Parentingforpeace1@gmail.com

કાર્યકર (સ્વયંસેવક) ના જીવનમાં બદલાવ

 • વ્યક્તિ બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપવાના હેતુથી P4P અભિયાનમાં જોડાય છે.
 • બાળકોનુ કામ તેને વહાલુ છે તેથી તે અભિયાનમાં જોડાય છે.
 • સ્વયંસેવકના જીવનમાં આવતો બદલાવ વ્યક્તિને અભિયાનમાં જોડાવા પ્રોત્સાહન પૂરુ પાડી શકે.
 • વ્યક્તિ પોતાની મર્યાદાઓ અકબંધ રાખીને અસરકારક રીતે સામાજિક પ્રદાન ન કરી શકે.
 • અભિયાનમાં જોડાઇને વ્યક્તિ બદલાવો જોઇએ.
 • અહં વિના, પદ, પ્રતિષ્ઠા, પૈસાની ખેવના વિના માત્ર બાળકોને પ્રેમ અને આનંદભર્યુ બાળપણ આપવાના પવિત્ર હેતુથી કામ કરવા માટે વ્યક્તિમા બદલાવ જરુરી છે.
 • અહંભાવ વિના ટીમ ભાવનાથી કામ કરવા માટે પણ આ બદલાવ જરુરી છે.
 • વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થશે તો તેના યોગદાનની ગુણવત્તા, માત્રા અને વ્યાપ વધશે જ.
 • આથી કાર્યકર/સ્વયંસેવકના વ્યક્તિત્વ ઘડતરની પ્રવૃતિઓ અભિયાનની મહત્વની પ્રવૃતિ છે.
 • કાર્યકરના વ્યક્તિગત જીવન તથા સામાજીક કાર્ય કરવાના તેની ક્ષમતામાં વધારો થાય તેવી પ્રવૃતિઓ યોજવી.
 • તેનો આડકતરો લાભ તેના વ્યવસાયિક જીવનમાં પણ થઇ શકે – દા.ત. કોમ્યુનિકેશન ક્ષમતા વિકસતા તેના વ્યવસાયમાં ફાયદો થાય. વક્તા, ટ્રેનર તરીકેની તેની ક્ષમતા વધે.

P4P Leadership Program:

 • P4P Leadership Prog. તે હેતુથી જ શરૂ કરવામાં આવ્યો છે.
 • P4P Leadership Program
 • દસ અઠવાડીયાની તાલીમ
 • અઠવાડીયામાં એક દિવસ ૩ કલાક
 • તાલીમ દરમિયાન વ્યક્તિ એક P4P Project લેશે અને એક વ્યક્તિગત, વ્યવસયિક જીવનનો પ્રોજેક્ટ લેશે.
 • જીવનના કોઇપણ પાસામાં બદલાવ લાવવા માટે તે પ્રોજેક્ટ બનાવી તેને કાર્યાન્વિત કરવાની ક્ષમતા કાર્યકરમાં ઉભી કરવા આ કાર્યક્રમનો હેતુ છે.
 • કાર્યક્રમની ક્ષમતા વધારવા Role based તાલીમ કાર્યક્રમ ગોઠવી શકાય દા.ત :
  1. સૂચિત રોલ બેઝ્ડ તાલીમ
  2. ટ્રેનરની તાલીમ
  3. Public Relation ની તાલીમ
  4. કાઉન્સેલર તરીકેની તાલીમ
  5. યુવા પરિવાર સજ્જતા મોડ્યુલ રજુ કરવાની તાલીમ
  6. આત્મહત્યા નિવારણ કાર્યક્રમ આપવાની તાલીમ
  7. ડીસ્લેક્ષીયા અંગેના ટ્રેનર બનવાની તાલીમ
  8. સ્કીટ કરવાની તાલીમ

P4P પરિવાર નિર્માણ

 • રાજ્ય કક્ષાનું વાર્ષિક સંમેલન
 • પ્રદેશ કક્ષાનો છ માસિક કાર્યક્રમ
 • P4P પરિવાર પરિસંવાદ

 • કાર્યની દિશા, અનુભવો, ટ્રેનિંગ સામગ્રી આદિ અંગે આલોચનાત્મક ચર્ચા.
 • P4P પિકનિક / ઉજાણી

 • P4P ના કાર્યકરો કોઇ મજાના સ્થળે મળે, આનંદપ્રમોદની જુથ પ્રવૃતિઓ કરે.
 • સમય મળે એકાદ કલાક મળી કામની વાતો કરે.
 • ઉજાણીમાં કાર્યકરના પરોવારજનો પણ જોડાય
 • ઉજાણીનો ખર્ચ જાતે કરે.
 • પરિવાર પ્રવૃતિઓને કારણે લોકો એકબીજાને ઓળખશે, જોડાશે, એક જ પરિવારના સભ્યો છે તેવી પરિવાર ભાવના જન્મશે.
 • કોઇ ગામમા P4P કાર્યકર કોઇ કામે જશે તો ત્યાંના કાર્યકરોને મળવાની તેને ઇચ્છા થશે / તે માટે પ્રયત્ન કરશે.
 • સ્વયંચાલિત વ્યવસ્થાઓ ઉભી કરવાનો છે જેથી P4P પ્રવૃતિઓ આપોઆપ થતી જાય.
 • સ્વામી નારાયણ ઘર્મ, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર આદિ સંગઠનોમાં આવી સ્વયંચાલિત વ્યવસ્થાઓ છે.